ટેસ્ટી સફેદ કઢી આવી રીતે બનાવો, શિયાળામાં ગરમાગરમ પીવો

Nov 21, 2025, 08:38 PM

કઢી

કઢી ગુજરાતની ફેમસ વાનગી છે. જે પીવામાં ઘણી સ્વાદીષ્ટ લાગે છે

કઢી બનાવવાની રેસીપી

અહીં અમે તમને ટેસ્ટી કઢી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.

કઢી સામગ્રી

છાશ, ચણાનો લોટ, આદુ-લીલા મરચાંની પેસ્ટ, મીઠું, ઘી, જીરું, મેથી, રાઈ, હીંગ, લવિંગ, તજ, સાકર, લીમડાના પાન, લીલા ધાણા, પાણી.

કઢી બનાવવાની રીત

એક બાઉલમાં દહીં અને ચણાના લોટને ભેળવી લો. આ પછી હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ કરીને સારી રીતે મુલાયમ થાય ત્યાં સુધી વલોવી લો. ધ્યાન રહે કે મિશ્રણમાં ગઠ્ઠા ન રહે.

સ્ટેપ 2

એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું અને રાઇ નાખો. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં હીંગ અને મીઠો લીમડો નાખો અને થોડીવાર સુધી સાંતળી લો.

સ્ટેપ 3

આ પછી તેમાં તૈયાર કરેલુ દહીં, ચણાનો લોટ, પાણી, મીઠું, આદુ-લીલા મરચાંની પેસ્ટ અને સાકર નાંખી બરાબર મિક્સ કરો. વચ્ચે વચ્ચે હલાવતા રહો અને મિનિટ માટે ઉકાળો.

સ્ટેપ 4

ધીમા ગેસ માટે 10 મિનિટ સુધી ધીમે ધીમે ઊકાળો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો. આ રીતે તમારી ટેસ્ટ કઢી તૈયાર થઇ જશે.

કઢી તૈયાર

કઢી તૈયાર થાય એટલે તેની ઉપર ધાણા નાખી દો. કઢીને રોટલી કે ખીચડી સાથે ખાઇ શકો છો.