કઢીએ ગુજરાતની ફેમસ વાનગી છે. જે મોટાભાગના ઘરોમાં રાત્રે બને છે.
હોટલમાં અને બહાર મળતી કઢીની એકદમ મીઠી અને ટેસ્ટી લાગે છે. અહીં અમે તમને કઢીની રેસીપી જણાવી રહ્યા છીએ. જેનો સ્વાદ તેવો જ આવશે.
દહીં કે છાશ, પાણી, ચણાનો લોટ, આદુ-લીલા મરચાંની પેસ્ટ, મીઠું, ઘી, જીરું, મેથી, રાઈ, હીંગ, લવિંગ, તજ, સાકર, લીમડાના પાન, લીલા ધાણા.
એક બાઉલમાં દહીં અને ચણાના લોટને ભેળવી લો. આ પછી હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ કરીને સારી રીતે મુલાયમ થાય ત્યાં સુધી વલોવી લો. ધ્યાન રહે કે મિશ્રણમાં ગઠ્ઠા ન રહે.
એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું અને રાઇ નાખો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને કડી પત્તા નાાખો અને થોડીવાર સુધી સાંતળી લો.
આ પછી તેમાં તૈયાર કરેલુ દહીં, ચણાનો લોટ, પાણી, મીઠું, આદુ-લીલા મરચાંની પેસ્ટ અને સાકર નાંખી બરાબર મિક્સ કરો. વચ્ચે વચ્ચે હલાવતા રહો અને મિનિટ માટે ઉકાળો.
ધીમા ગેસ માટે 10 મિનિટ સુધી ધીમે ધીમે ઊકાળો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો. આ રીતે તમારી ટેસ્ટ કઢી તૈયાર થઇ જશે.
કઢી તૈયાર થાય એટલે તેની ઉપર ધાણા નાખી દો. કઢીને રોટલી કે ખીચડી સાથે ખાઇ શકો છો.