Oct 21, 2025
દિવાળીના દિવસોમાં મીઠાઇ ખાઇ-ખાઇને કંટાળી જવાય છે. આ પછી એકદમ સાદુ ભોજન ખાવાની ઇચ્છા થાય છે.
આ દરમિયાન તમે સફેદ કઢી બનાવી શકો છો. અહીં તમને ટેસ્ટી કઢીની રેસીપી જણાવી રહ્યા છીએ.
દહીં કે છાશ, ચણાનો લોટ, આદુ-લીલા મરચાંની પેસ્ટ, મીઠું, ઘી, જીરું, મેથી, રાઈ, હીંગ, લવિંગ, તજ, ખાંડ કે ગોળ, મીઠા લીમડાના પાન, લીલા ધાણા, પાણી.
એક બાઉલમાં દહીં અને ચણાના લોટને ભેળવી લો. આ પછી હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ કરીને સારી રીતે મુલાયમ થાય ત્યાં સુધી વલોવી લો. ધ્યાન રહે કે મિશ્રણમાં ગઠ્ઠા ન રહે.
એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું અને રાઇ નાખો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને મીઠા લીમડાના પાન નાખો અને થોડીવાર સુધી સાંતળી લો.
આ પછી તેમાં તૈયાર કરેલુ દહીં, ચણાનો લોટ, પાણી, મીઠું, આદુ-લીલા મરચાંની પેસ્ટ અને ખાંડ કે ગોળ નાખી બરાબર મિક્સ કરો.
ધીમા ગેસ પર 10 મિનિટ સુધી ધીમે ધીમે ઊકાળો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો. આ રીતે તમારી ટેસ્ટ કઢી તૈયાર થઇ જશે.
કઢી તૈયાર થાય એટલે તેની ઉપર ધાણા નાખી દો. કઢીને રોટલી, ભાત કે ખીચડી સાથે ખાઇ શકો છો.