Nov 01, 2025
ખમણ ગુજરાતીનો પ્રિય નાસ્તો છે. નાસ્તામાં ખમણ ખાવાની મજા અલગ હોય છે. તેમાં નાયલોન ખમણ વધારે ટેસ્ટી લાગે છે.
તમે બહાર જેવા ટેસ્ટી ખમણ ઘરે પણ બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
ચણાના લોટ (બેસન), પાણી, ખાંડ, લીંબુના ફુલ, તેલ, રાઇ, મીઠો લીમડો, હિંગ, હળદર, બેકિંગ સોડા, મીઠું, ધાણા.
નાયલોન ખમણ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં પાણી, ખાંડ, લીંબુના ફુલ,બેકિંગ સોડા નાખીને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને બે મિનિટ સુધી હલાવો.
ત્યારબાદ એક બાઉલમાં બેસનને ચાળી લો અને પાણી નાખીને ખીરું તૈયાર કરી લો. હવે આ ખીરામાં મીઠું નાખીને 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દો.
આ પ્રોસેસ થઇ જાય પછી ઢોકળીયાનું કુકર લો અને એમાં નીચે પાણી મુકો. આ પાણી પર કાંઠલો મુકો અને ગરમ થવા દો. આ પછી આ ખીરામાં બેકિંગ સોડા મિક્સ કરો અને મિશ્રણને હલાવી બરાબર મિક્સ કરી લો.
આ ખીરાને હવે થાળીમાં નાખો અને ઢાંકીને 10 મિનિટ સુધી થવા દો. ખમણ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.
વઘાર કરવા માટે સૌ પ્રથમ એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે હિંગ, મીઠો લીમડો, લીલા મરચા નાખો અને અડધો કપ પાણી નાખો અને ગરમ થવા દો.
પાણી ગરમ થઇ જાય એટલે ખાંડ અને ચપટી મીઠું નાખો. આ પછી ગેસ બંધ કરી દો અને આ તેલને ખમણની ચારેબાજુ નાખી દો. આ રીતે નાયલોન ખમણ તૈયાર થઇ જશે.
આ પછી તમે ખમણ ઉપર ધાણા નાખી શકો છો. ખમણને કઢી, મરચા સાથે ખાવાની મજા આવે છે.