ઢોકળા પ્રખ્યાત ગુજરાતી વાનગી છે. ઢોકળા વિવિધ રીતે બને છે. અહીં આથા વગર ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવવાની રેસીપી આપી છે. ઓછો સમય હોય અને ઘરે ઢોકળા બનાવવાની ઇચ્છા હોય ત્યારે આ રીતે આથા વગર ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવી શકાય છે.
2 કપ ચોખા, 1 કપ ચણા દાળ, 1 કપ અડદ દાળ, 1 કપ દહીં, તેલ, લાલ મરચું પાઉડર, છાશ, હળદર પાઉડર, સ્વાદ અનુસાર મીઠું
આથા વગર ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવવા 2 કપ ચોખા, 1 કપ ચણાની દાળ અને 1 કપ અડદની દાળ મિક્સર જારમાં બારીક પીસી લો.
એક બાઉલમાં આ ત્રણેય અનાજનો લોટ મિક્સ કરો, તેમા દહીં નાંખી મિક્સ કરી એક બેટર બનાવો.
ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા માટેના બેટરને પાતળું કરવા માટે છાશ ઉમેરો, તેનાથી ઢોકળા ખાટ્ટા અને નરમ બનશે.
ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા લાંબા સમય સુધી નરમ રહે તેની માટે ઢોકળાના બેટરમાં બે ચમચી તેલ ઉમેરો. હવે બેટરને ઢાંકી 15 મિનિટ સુધી રહેવા દો.
એક ટ્રેમાં તેલ લગાડી ઢોકળાનું બેટર રેડો, તેની ઉપર લાલ મરચા પાઉડર ભભરાવો.
હવે ગેસ ચાલુ કરી એક સ્ટીમરમાં પાણી ગરમ કરો. પછી આ ટ્રે સ્ટીમરમાં 10 મિનિટ સુધી બાફવા મૂકો.
આથા વગર ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા લાલ મરચાની લસણની ચટણી સાથે ખાવાની પડશે.