May 02, 2025

ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની સિક્રેટ રેસીપી

Ajay Saroya

ગુજરાતી તુવેર દાળ

દાળ ભાત ગુજરાતી લોકોની પ્રિય વાનગી છે. મોટાભાગના ગુજરાતીઓના ઘરે દરરોજ કે અઠવાડિયામાં 2 થી 3 વખત દાળ ભાત બને છે. ગુજરાતી ખાટી મીઠી દાળ બહુ જ સ્વાદિષ્ટ હોય છે.

Source: social-media

ગુજરાતી દાળ બનાવવા માટે સામગ્રી

તુવેરની દાળ, તેલ, રાઈ, જીરું, સીંગદાણા, ટામેટા, હિંગ, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, મીઠો લીમડો, લીલા મરચા, મેથી દાણા, સુકા લાલ મરચા, ગોળ, લવિંગ, લીંબનો રસ

Source: social-media

ગુજરાતી દાળ બનાવવાની રીત

તુવેરની દાળ 30 મિનિટ સુધી પાણીમાં પલાળો, ત્યાર બાદ પ્રેશર કુકરમાં પાણી સાથે દાળ અને સીંગદાણા નાંખી 4 થી 5 સીટી વાગે ત્યાં સુધી બાફો.

Source: social-media

ગુજરાતી દાળ રેસીપી

દાળ બફાઇ ગયા બાદ બ્લેન્ડર વડે દાળને બ્લેન્ડ કરી લો. દાળ સંપૂર્ણપણે બ્લેન્ડ થઇ જાય તેનું ધ્યાન રાખો.

Source: freepik

દાળમાં તડકો લગાવો

ગેસ ચાલુ કરી એક કડાઇમાં તેલ ગરમ કરો, તેમા રાઇ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, સુકા લીલા મરચા, મેથી દાણા અને લવિંગનો તડકો લગાવો.

Source: freepik

ગુજરાતી ખાટી મીઠી દાળ

ત્યાર પછી ઝીણા સમારેલ ટામેટા, લીલા મરચા, લાલ મરચા - હળદર અને - ધાણા જીરું પાઉડર, ગોળ અને સ્વાદ અનુસાર મીઠું નાંખી સાંતળી લો.

Source: social-media

ગુજરાતી દાળ રેસીપી

પછી કડાઇમાં બાફેલી દાળ ઉમેરો, દાળને 5 થી 10 મિનિટ સુધી મીડિયમ આંચ પર ઉકાળો.

Source: freepik

ગુજરાતી દાળ રેસીપી

છેલ્લે ગરમા ગરમ દાળમાં લીંબનો રસ અને ઝીણું સમારેલું કાથમીર ઉમેરો.

Source: freepik

ગુજરાતી દાળ રેસીપી

ખાટી મીઠી ગુજરાતી દાળ તૈયાર છે. ગુજરાતી દાળ ભાત સાથે ખાવામાં આવે છે.

Source: freepik

Source: social-media