Jul 18, 2025
આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો સાથે સાથે અન્ય તહેવારો પણ આવી રહ્યા છે.
તહેવારોની મોસમમાં ખાસ કરીને રક્ષાબંધન પર ભાઈ માટે મીઠાઈ બનાવવાનું વિચારી રહ્યા હોવ તો તમે કાજુમાંથી બનતો હલવો ચોક્કસ ટ્રાય કરી શકો છો.
કોઈપણ અનાજ કે લોટ વગર બનતો આ હલવો ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. અને ડ્રાય ફ્રૂટ્સથી ભરપુર હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારો છે. નોંધી લો કાજુ હલવાની રેસીપી
કાજુ - 1 કપ (પલાળેલા અને પીસેલા અથવા પાવડર), દૂધ - 1/2 કપ (નાળિયેરનું દૂધ ઉપવાસમાં પણ કામ આવશે),
ઘી - 2 ચમચી, ખાંડ - 1/3 કપ (સ્વાદ મુજબ), એલચી પાવડર - 1/4 ચમચી, કેસર ના થોડા વાળા(જો ઈચ્છો તો)
કાજુને 2 થી 3 કલાક પલાળી રાખો અને થોડું દૂધ ઉમેરીને પીસી લો અથવા સીધા કાજુ પાવડરનો ઉપયોગ કરો.
ભારે તળિયાવાળા પેનમાં ઘી ગરમ કરો. હવે કાજુની પેસ્ટ અથવા પાવડર ઉમેરો અને ધીમા તાપે 3-4 મિનિટ માટે શેકો.
હવે દૂધ ઉમેરો અને સતત હલાવતા રહો. 1 મિનિટ પછી ખાંડ અથવા ગોળ ઉમેરો.
એલચી પાવડર અને કેસર ઉમેરો અને હલાવતા રહો 5 થી 7 મિનિટ સુધી હલવો ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો. હલવો ઘી છોડવા લાગશે અને મિશ્રણ ઘટ્ટ થઈ ગયું હોય તેવું દેખાશે.
બદામ/પિસ્તાની કતરણથી ગાર્નિસ કરી સર્વ કરો. જો તમે ઉપવાસ દરમિયાન દૂધ ન પીતા હો, તો તમે પાણી અથવા નારિયેળના દૂધનો ઉપયોગ કરી શકો છો.