Oct 23, 2025
મોટાભાગના ઘરોમાં રાત્રે કે બપોરે રોટલી વધતી હોય છે. જેનાથી તમે ટેસ્ટી વધારેલી રોટલી બનાવી શકો છો.
આ એકદમ ટેસ્ટી લાગશે. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
રોટલી, તેલ, રાઈ, હીંગ, છાશ, ડુંગળી, લસણ, ટામેટું, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરૂ, મીઠું, પાણી, ધાણા.
સૌપ્રથમ ઠંડી રોટલીના નાના-નાના ટૂકડા કરી લો. હવે એક કડાઈમાં તેલ મુકો. તેલ ગરમ થાય પછી તેમાં હિંગ, રાઈ અને લસણ અને ડુંગળીનો વઘાર કરો.
આ દરમિયાન એક વાટકામાં છાશ લો અને તેમાં લાલ મરચું પાઉડર, હળદર, જીરું, ધાણાજીરૂ, સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને રીતે મિક્સ કરી લો.
ત્યારબાદ આ બધા મસાલા એડ કરીને છાશને તેલમાં નાખો અને થોડીવાર હલાવો. આ દરમિયાન જરૂર પ્રમાણે પાણી નાખો અને ઉકળવા દો.
હવે રોટલીના ટૂકડા એડ કરી થોડીવાર ઉકળવા દો આ દરમિયાન તમે ટામેટું નાખી શકો છો. આ પછી થોડી નરમ થવા દો. આ રીતે તમારી ટેસ્ટી છાશથી વધારેલી રોટલી તૈયાર થઇ જશે.
આ પછી એક બાઉલમાં કાઢી લો અને તેની ઉપર ધાણા નાખો. આ પછી ગરમા ગરમ સર્વ કરો.