ગુલાબના ભજીયા એકદમ યુનિટ રેસીપી છે. શું તમે મેથી, ડુંગળી અને બટાકાના ભજીયાત ખાઇને કંટાળી ગયા છો અને કંઇક નવું ટ્રાય કરવા માંગો છો? તો આ વેલેન્ટાઇન ડે પર તમે ગુલાબના ભજીયા ટ્રાય કરી શકો છો. ગુલાબના ભજીયા બનાવવા એકદમ સરળ છે.
ગુલાબના ભજીયા બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં ચણાનો લોટ, ખાવાનો સોડા, મીઠું અને મસાલા નાંખી ભજીયાનું બેટર બનાવો. બેટરને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો.
આ દરમિયાન ડંડીવાળા લાલ ગુલાબને પાણીમાં ધોઇ સાફ કરી લો.
ગેસ પર એક કડાઇમાં તેલ ગરમ કરો. ચણાના લોટમાં બરાબર ડુબાડી શકાય એટલે માટે ગુલાબીની ડંડી 1 ઇંચની રાખવી.
ચણાના લોટમાં ગુલાબ ડબોડો અને તેલમાં તળવા માટે નાંખો, ધીમા તાપે ગુલાબના ભજીયા તળવા.
ગુલાબના ભજીયા સહેજ બ્રાઉન થાય એટલે તેલમાંથી બહાર કાઢી લો
ગરમાગરમ ગુલાબના ભજીયા લીલી અને લાલ ચટણી સાથે ખાઇ શકાય છે.