Feb 16, 2025
ગુલાબ જાંબુ એકદમ ગળી અને સ્વાદીષ્ટ મીઠાઇ છે. દરેક તહેવારમાં તેના દ્વારા મો મીઠું કરવામાં આવે છે.
તમે બજાર જેવા ટેસ્ટી અને મુલાયમ ગુલાબ જાંબુ ઘરે પણ બનાવી શકો છો. અહીં ગુલાબ જાંબુની રેસીપી જણાવી રહ્યા છીએ.
મેંદાનો લોટ, દૂધ, ખાંડ, પાણી, ઘી, કેસર, ઈલાયચી
સૌપ્રથમ ગુલાબ જાંબુની ચાસણી બનાવવા માટે એક તપેલીમાં ખાંડ અને પાણી લઇને ગેસ ઉપર ઉકાળો. ગેસને ધીમી આંચ પર રાખવો.
ખાસ ધ્યાન રહે કે ચાસણી એક તારની બનાવવાની નથી. તેને થોડી ચીકણી બનાવવાની છે. આ પછી તેમાં કેસર અને એલાયલી નાખી મિક્સ કરી દો. આ પછી ચાસણીને ઢાંકીને બાજુમાં મુકી દો.
આ પછી ગુલાબ જાંબુ બનાવવા મેંદાના લોટને ચાળી લો જેથી ગઠ્ઠા ના રહે. તેમાં ઘી નું મોવણ અને દૂધ નાખીને તેનો લોટ બાંધી લો.
અડધો કલાક લોટને બાંધી ને રહેવા દો આ પછી અને તેના નાના-નાના ગોળ આકરના ગોળા બનાવો. આ પછી એક કડાઇમાં તેલ મુકો અને ગેસની ધીમી આંચે રાખો. તેમાં 3-4 ગોળા તેલમાં નાખો.
જ્યારે ગુલાબ જાંબુ તળાઈને તેલ પર તરવા લાગે અને બ્રાઉન રંગના થઇ જાય ત્યારે તેને તેલમાંથી બહાર કાઢીને ચાસણીમાં નાખી દો.
ગુલાબ જાંબુને ચારથી પાંત કલાકમાં ચાસણીમાં રહેવા દો. આ પછી તેને એક ડીશમાં કાઢી તને સર્વ કરી શકો છો.