ગુલકંદ આઇક્રીમ પહેલા ફાયદાની વાત કરીયે તો કુદરતી રીતે ઠંડક ગુણધર્મો, એસીડીટી મટાડવી, કબજિયાત સામે અસરકારક અને પાચનમાં મદદ કરે છે
500 ગ્રામ દૂધ, 7-8, સૂકા અંજીર 7-8, 20 ગ્રામ બદામ, 30 ગ્રામ ઓટ્સ, 3 ચમચી ગુલકંદ, 3 કેળા
એક પેનમાં દૂધ ઉમેરો, ઉકળવા લાગે પછી તેમાં અંજીર, બદામ ઉમેરો અને 10 મિનિટ માટે કુક કરો.
હવે ઓટ્સ ઉમેરો અને આગ બંધ કરો, તેને ઢાંકી દો અને 2 કલાક માટે બાજુ પર રાખો.
આ મિશ્રણને મિક્સર ગ્રાઇન્ડરમાં ઉમેરો, કેળા, ગુલકંદ ઉમેરો અને તેને બારીક પેસ્ટ તરીકે પીસી લો.
હવે આ મિશ્રણને વાસણમાં રેડો અને તેને 7-8 કલાક માટે ફ્રીઝરમાં રાખો.
થઇ જાય એટલે ફ્રિજમાંથી કાઢીને બદામ અને ગુલકંદથી ગાર્નિશ કરો. સુપર યમ્મી ગિલ્ટ ફ્રી આઈસ્ક્રીમ તૈયાર છે સર્વ કરો.