Jul 03, 2025

Guvar Dhokli Recipe। ગુવાર ઢોકળી રેસીપી, બધાને ભાવશે !

Shivani Chauhan

ગુવાર ઢોકળી (Guvar Dhokli) એ આ વાનગીઓમાંની એક છે જે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત પૌષ્ટિક પણ છે.

Source: social-media

ગુવાર ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર શાકભાજી છે. તેની સાથે ચણાના લોટમાંથી બનતી ઢોકળીનો સંગમ આ વાનગીને અનોખો સ્વાદ અને પોત આપે છે. અહીં જાણો ગુવાર ઢોકળી ની સિક્રેટ રેસીપી

Source: freepik

ગુવાર માટે સામગ્રી

250 ઝીણા સમારેલા ગ્રામ ગુવાર, 1/2 કપ પાણી, 2 ચમચી તેલ, 1 ચમચી જીરું, 1/2 ચમચી હિંગ, 1/2 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ધાણાજીરું પાવડર, 1/4 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ

Source: social-media

ઢોકળી માટે સામગ્રી

1 કપ ચણાનો લોટ, 1/4 કપ ઘઉંનો લોટ, 2 ચમચી દહીં, 1/4 ચમચી હળદર, 1/4 ચમચી લાલ મરચું પાવડર, 1ચમચી અજમો, 1/2 ચમચી બેકિંગ સોડા, 1 ચમચી તેલ (મોણ માટે), પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ મુજબ

Source: social-media

ઢોકળી રેસીપી

એક મોટા બાઉલમાં ચણાનો લોટ, ઘઉંનો લોટ, હળદર, લાલ મરચું પાવડર, અજમો, આદુ-મરચાની પેસ્ટ અને મીઠું, તેમાં દહીં અને તેલ ઉમેરીને બરાબર મિક્સ કરો.

Source: social-media

ઢોકળી રેસીપી

હવે થોડું થોડું પાણી ઉમેરીને કણક બાંધો, બેકિંગ સોડા નાખીને ઉમેરીને બરાબર ભેળવી લો, કણકને 15 મિનિટ માટે ઢાંકીને રાખો, હવે નાના-નાના ગોળા બનાવો.

Source: social-media

ગુવાર શાક રેસીપી

તેલ ગરમ કરો, એમાં જીરું અને હિંગ ઉમેરો. એમાં ગુવાર ઉમેરો અને સાંતળો, તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો.

Source: social-media

ગુવાર શાક રેસીપી

સહજે પાણી ઉમેરીને કડાઈને ઢાંકી દો અને ગુવાર નરમ થાય ત્યાં સુધી પકાવો.

Source: social-media

ગુવાર અને ઢોકળીને મિક્ષ કરો

ગુવાર નરમ થાય એટલે ઢોકળીને ગુવારમાં ઉમેરો, મિક્સ કરો અને જરૂર મુજબ પાણી ઉમેરો અને થોડી વાર કુક કરો.

Source: freepik

ગુવાર અને ઢોકળીને મિક્ષ કરો

હવે થોડી વાર કુક કરીને છેલ્લે ગોળ, લીંબુનો રસ અને ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરો, થઇ જાય એટલે ગરમ ગરમ પરાઠા સાથે સર્વ કરો.

Source: social-media

તીખા તમતમતા થેચા પરાઠા, નાસ્તામાં ચા સાથે મોજ પડશે!

Source: freepik