Hair Care Tips : તમારા વાળને સીધા કરવા માટે કેટલી વાર સ્ટ્રેટનરનો ઉપયોગ કરવો જોઈએ? એક્સપર્ટે કહ્યું..
Shivani Chauhan
લાંબા, સીધા અને સુંદર વાળ દરેક વ્યક્તિ ઈચ્છે છે. કેટલાક લોકોને સીધા વાળ હોય છે તો અને કેટલાકને નહિ.
આજના યુગમાં દરેક વ્યક્તિ સ્ટાઇલિશ દેખાવા માંગે છે. જેઓ સીધા વાળ પસંદ કરે છે તેમના દ્વારા સ્ટ્રેટનિંગ કરવામાં આવે છે.
વાળને સ્ટ્રેટ કરવાની સૌથી લોકપ્રિય રીત છે હેર સ્ટ્રેટનિંગ. વાસ્તવમાં, હેર સ્ટ્રેટનિંગ એ હેર સ્ટાઇલ ટેકનિક છે જે તમારા વાળને સ્ટ્રેટ કરે છે.
મહિલાઓ સ્ટ્રેટનિંગ માટે પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચે છે. કેટલાક સમય સમય પર ઘરે તેમના વાળ સીધા કરે છે.
એક્સપર્ટના જણાવ્યા અનુસાર , હીટિંગ ટૂલ્સનો ઉપયોગ કરીને નિયમિતપણે તમારા વાળ સીધા કરવાથી તે નબળા પડી શકે છે, જેનાથી વાળ ખરવા લાગે છે.
વારંવાર વાળ સીધા કરવાથી તમારા વાળને નુકસાન થઈ શકે છે અને તૂટવાનું કારણ બની શકે છે.
વાળને સ્ટ્રેટ કરતી વખતે પણ કેટલીક સાવચેતી રાખવી જોઈએ. યાદ રાખો કે ભીના વાળ પર ક્યારેય સ્ટ્રેટનરનો ઉપયોગ ન કરો. કારણ કે જો વાળ ભીના રહે તો તેનાથી વધુ નુકસાન થઈ શકે છે.
નિષ્ણાતોના મતે, અઠવાડિયામાં એક કરતા વધુ વખત સ્ટ્રેટનરનો ઉપયોગ કરવાનું ટાળો.
જો તમારે અઠવાડિયામાં એક કરતા વધુ વખત આ હીટિંગ ટૂલનો ઉપયોગ કરવાની જરૂર હોય, તો અન્ય વિકલ્પો જુઓ. હીટ સ્ટાઇલ પ્રોડક્ટનો વધુ પડતો ઉપયોગ વાળને શુષ્ક અને નિર્જીવ બનાવી શકે છે
આ પણ વાંચો: nnHealth Tips : શું એક જ બ્લડ ગ્રુપની છોકરી અને છોકરો લગ્ન કરી શકે છે? જાણો