હેયર વોલ્યુમ વધારવા અપનાવો આ સરળ ઉપાય

Feb 03, 2023

shivani chauhan

વાળનું વોલ્યુમ વધારવા માંગતા હોઈ તો હેયરમાં તેલથી મસાજ કરવાનું રાખો, આવું કરવાથી બ્લડ સર્ક્યુલેશન ઝડપી થાય છે.

મેથીના દાણા પાણીમાં પલાળી, તેની પેસ્ટ બનાવી નારિયેળ તેલની સાથે મિક્ષ કરીને લગાવો અને થોડી વાર પછી હેયરને શેમ્પુ વડે વૉશ કરો.

વાળને ભૂલથી પણ ટાઈટ ન બાંધો, તેનાથી તમારા જલ્દી તૂટે છે અને કમજોર થઇ જાય છે.

આંબળા-અરીઠા-શિકાકાઈને મિક્ષ કરીને પેસ્ટ બનાવો અને 30 મિનિટ માટે હેયરમાં લગાવો.

હેયર વોલ્યુમ વધારવા માટે મીઠા લીમડાના પાન અને આંબળાને પીસીને એક પેસ્ટ બનાવી 30 મિનિટ માટે હેયર પર લગાવો.

હેયરમાં દહીં લગાવાથી પણ અનેક ફાયદા થાય છે, એક કટોરી દહીંમાં એક ચમચી મધ મિક્ષ કરીને હેયરમાં લગાવો અને પછી 30 મિનિટ પછી શેમ્પુથી હેયર વોશ કરો.

વાળની શાઈનિંગ વધારવા માટે સુવાનું ઓશીકું રેગ્યુલર બદલો અને સિલ્કના ઓશિકા પર સૂવાનું રાખો.