આયુર્વેદ ચિકિત્સક ડૉ. દિક્ષા ભાવસાર સાવલિયાના જણાવ્યા અનુસાર, આયુર્વેદ મુજબ આપણા શરીરમાં થતી તમામ બીમારીઓ માટે ખરાબ પાચનતંત્ર જવાબદાર છે.
તણાવને કારણે ઊંઘમાં ખલેલ પડે છે. અપૂરતી ઊંઘથી તમારા શરીરને યોગ્ય રીતે કામગીરી કરવા માટે પૂરતો આરામ મળતો નથી.
જેમાં હોર્મોન્સનું અસંતુલન- PCOS, થાઇરોઇડ અને ડાયાબિટીસ, આયર્નની ઉણપ, ઓછી રોગપ્રતિકારક શક્તિ, એસિડિટી, ગેસ્ટ્રિક પ્રોબ્લમ, IBS અને પેટનું ફૂલવું, વિટામીન B12 અને D3નું નીચું સ્તર જેવા પાચન સંબંધી સમસ્યાઓથી આ પરિસ્થિતિ સર્જાય છે.
બીજું મહત્વનું કારણ છે, બેઠાડું જીવનશૈલી. સ્વસ્થ રહેવા માટે તમારા શરીરને એક્ટિવ રાખવાની જરૂર છે.
ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.
તમે યોગ, ધ્યાન, વ્યાયામ, ડાન્સ, ઝુમ્બા, પાવર-યોગ અથવા એવી કોઇ પણ એક્ટિવિટી કરી શકો છો જે તમારા શરીરને સ્ફૂર્તિભર્યું અને તણાવ મુક્ત રાખે.
કસરત શરીરમાં લોહીના પરિભ્રમણને સુધારે છે જે તમને સારી ઊંઘ લેવામાં મદદ કરે છે. યાદ રાખો કે જ્યારે તમે સૂતા હોવ ત્યારે તમારા શરીરમાં ઘણા પ્રકારની આંતરિક ક્રિયાઓ થતી હોય છે.