હાથનું ટેનિંગ દૂર કરવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

Jan 30, 2023

shivani chauhan

હાથનું ટેનિંગ દૂર કરવા માટે તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. તેના માટે રાત્રે સુતા પહેલા એલોવેરાને હાથ પર લગાવો.

દહીંમાં હળદર મિક્ષ કરીને પેસ્ટ તૈયાર કરો અને પછી હાથ પર અપ્લાઇ કરો. 15-20 મિનિટ પછી હાથ ધોઈ નાખો અને ત્યારબાદ હાથમાં મોઈશ્ચરાઇઝર લગાવો.

તેના માટે ટમાટરને કાપી તેના પર દહીં અને મીઠું નાખો. ત્યારબાદ તે મિક્ચરને હાથ પર અપ્લાઇ કરો. આ કરવાથી હાથના ટેનિંગથી છુટકારો જલ્દી મળશે.

ટેનિંગની સમસ્યા દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ પણ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

તેના માટે એક મોટા વાસણમાં હુંફાળું પાણી લો અને પછી તેમાં લીંબુનો રસ મિક્ષ કરો, ત્યારબાદ તેને હાથ તેમાં રાખો , ટેનિંગ દૂર થશે.