ક્રિસ્પી અને પરફેક્ટ હાંડવો નથી બનતો? આ ટિપ્સથી બનશે મજેદાર

Apr 09, 2025, 03:34 PM

જો તમે કંઈક એવું ખાવા માંગતા હોવ જેનો સ્વાદ અદ્ભુત હોય, કેક જેવો દેખાય અને સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ હોય, તો હાંડવો તમારા માટે યોગ્ય છે.

હાંડવામાં ગુજરાતી વાનગી બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ છે, જેમાં ઘણી બધી શાકભાજી અને ખાસ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે.

હાંડવો એક પ્રકારની તીખી કેક છે જે નાસ્તામાં, ટિફિનમાં કે હળવા ભોજનમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અહીં જાણો હાંડવો બનાવાની સરળ રેસીપી

હાંડવો રેસીપી સામગ્રી

1 કપ ચોખા, ½ કપ તુવેર દાળ, 2 ચમચી મગની દાળ, 2 ચમચી ચણાની દાળ, 2 ચમચી અડદની દાળ, ½ કપ દહીં, પાણી - જરૂર મુજબ, 1 કપ છીણેલું દૂધી, ½ કપ છીણેલું ગાજર, 1 ચમચી લીલા મરચાં અને આદુની પેસ્ટ, ¼ ચમચી હળદર પાવડર, ½ ચમચી લાલ મરચું પાવડર, મીઠું - સ્વાદ મુજબ, ½ ચમચી ખાવાનો સોડા

હાંડવો રેસીપી સામગ્રી વઘાર માટે

2 ચમચી તેલ, 1 ચમચી રાઈ, 1 ચમચી સફેદ તલ, 6-7 મીઠા લીમડાના પાન, 1 ચમચી હિંગ

હાંડવો રેસીપી

સૌપ્રથમ ચોખા અને બધા કઠોળને એકસાથે ધોઈને 5-6 કલાક માટે પલાળી રાખો. પછી તેને મિક્સરમાં દહીં અને થોડું પાણી નાખીને પીસી લો. બેટરને ઢાંકીને રાતોરાત અથવા ઓછામાં ઓછા 6-7 કલાક માટે આથો આવવા દો.

હાંડવો રેસીપી

આથો બનાવેલા બેટરમાં દૂધી, ગાજર, લીલા મરચાં-આદુની પેસ્ટ, મીઠું, હળદર, લાલ મરચાં પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. છેલ્લે ઈનો અથવા ખાવાનો સોડા ઉમેરો અને મિક્સ કર્યા પછી તરત જ કુક કરવા માટે તૈયાર કરો.

હાંડવો રેસીપી

ફરાળી હાંડવો બન્ને બાજુને ફ્લિપ કરો અને તેને બીજી બાજુ ગોલ્ડન બ્રાઉન થવા દો! થઇ જાય એટલે ગરમ ગરમ ફરાળી હાંડવો સર્વ કરો.

હાંડવો રેસીપી

એક નોન-સ્ટીક તવો લો, તેમાં થોડું તેલ ઉમેરો અને તેને ગરમ કરો. હવે બેટર રેડો અને ઢાંકીને ધીમા તાપે કુક કરો. સોનેરી અને ક્રિસ્પી થઈ જાય, ત્યારે તેને પલટાવીને બીજી બાજુ પણ શેકી લો. 20-25 મિનિટ માટે કુક કરો તમારો હાંડવો તૈયાર છે.

ભાત વધ્યા હોઈ તો ચિંતા નહિ, નાસ્તામાં ટેસ્ટી ટિક્કી બનાવો, 10 મિનિટમાં બની જશે