Hpapy Men's Day: પુરુષ માટે આ મેડિકલ ટેસ્ટ જરૂરી, ઘણી બીમારીથી બચાવશે

Nov 19, 2024, 11:05 AM

Happy Mens Day 2024

મેન્સ ડે દર વર્ષે 19 નવેમ્બરે ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો હેતુ સમાજ, પરિવાર અને સમુદાયોમાં પુરુષોના અમૂલ્ય યોગદાનને માન આપવાનો તેમજ તેમના માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

Health Tips For Men

મહિલાઓની જેમ પુરુષોને પણ ઘણી બીમારીઓનું જોખમ રહે છે. જો કે પુરુષો તેમના સ્વાસ્થ્ય અને બીમારી પ્રત્યે વધારે ધ્યાન આપતા નથી. 18 વર્ષ બાદ પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ અચૂક કરાવવા જોઇએ, જે ઘણી બીમારીથી બચવામાં મદદ કરશે.

હેપિટાઇટિસ સી ટેસ્ટ

18 થી 79 વર્ષની ઉંમરના પુરુષોએ એક વાર હેપિટાઇટિસ સી ટેસ્ટ કરાવવો જોઇએ.

PSA ટેસ્ટ

આ એક બ્લડ ટેસ્ટ છે અને પ્રોસ્ટેટ કેન્સરથી બચવા માટે પુરુષોએ પીએસએ ટેસ્ટ કરાવવો જોઇએ.

યૌન સંક્રમિત રોગની તપાસ

આ STD જેવી યૌન સંક્રમિત બીમારીથી બચવા માટે પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ કરાવવો જોઇએ.

HIV ટેસ્ટ

એચઆઈવી ટેસ્ટ દરેક પુરુષ અને મહિલાએ જરૂર કરાવવો જોઇએ. એચઆઈવી એક જીવલેણ બીમારી છે અને હજી સુધી આ બીમારી મટાડવાની દવા શોધાઈ નથી. આથી દરેક 15 વર્ષની ઉંમર બાદ દરેક પુરુષે એચઆઇવી ટેસ્ટ કરાવવો જોઇએ.

ડાયાબિટીસ ટેસ્ટ

ડાયાબિટીસ હાલ નાની ઉંમરમાં પણ થઇ શકે છે. બ્લડ સુગર લેવલમાં અસામન્ય વધઘટથી ડાયાબિટીસ થાય છે. આથી વયસ્ક થયા બાદ પુરુષો પણ ડાયાબિટીસ ટેસ્ટ કરાવી લેવો જોઇએ.

બ્લડ પ્રેશર ટેસ્ટ

ખરાબ લાઇફસ્ટાઇલના કારણે બ્લડ પ્રેશરની બીમારી પણ નાની ઉંમરે લાગુ થઇ શકે છે. 30 વર્ષની ઉંમર થયા બાદ પુરુષોએ નિયમિત બીપી ચેક કરાવવું જોઇએ.

પુરુષો માટે મેડિકલ ટેસ્ટ

આ ઉપરાંત પુરુષો એ સમયાંતરે કોલેસ્ટ્રોલ, લિવર ફંક્શન ટેસ્ટ, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ (CBC), કિડની ફંક્શન ટેસ્ટ (KFT), ટેસ્ટીકુલર એગ્ઝામ, થાઇરોઇડ, વિટામીન બી12 અને વિટામીન ડીના ટેસ્ટ કરાવવા જોઇએ.

પુરુષો માટે હેલ્થ ટીપ્સ

પુરુષોએ શરીર તન અને મનને સ્વસ્થ રાખવા નિયમિત કસરત, યોગ અને મેડિટેસન કરવું જોઇએ. પરિવાર, પત્ની બાળકો, અને મિત્રો સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવો જોઇએ. પોતાની મનગમતી પ્રવૃત્તિ કરીને પ્રફુલ્લિત રહેવું જોઇએ.