Hara Bhara Kabab Recipe : લીલા શાકભાજી માંથી ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરા ભરા કબાબ, આયર્નની કમી પુરી કરશે

Jun 25, 2024, 01:00 PM

ચોમાસામાં યુનિક અને ટેસ્ટી ફૂડ ખાવાની ઈચ્છા થાય છે, ત્યારે તમારા ઘરમાં અવેલબલ લીલા શાકભાજીમાંથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરા ભરા કબાબ બનાવી શકો છો, જે આયર્નની ઉણપ દૂર કરવામાં મદદ કરશે, હરા ભરા કબાબ રેસીપી

સામગ્રી

300 ગ્રામ પાલકના પાન, 1 કપ લીલા વટાણા, 2 થી 3 લીલા મરચાં, 1/2 ઇંચ આદુનો ટુકડો, લસણની 2 થી 3 કળી, પાણી (જો જરૂરી હોય તો), 2 બાફેલા છીણેલા બટાકા, 1/4 કપ છીણેલું પનીર, મીઠું સ્વાદ અનુસાર, બ્રેડ ક્રમ્બ્સ (બાઈન્ડીંગ માટે જરૂર મુજબ), 1/2 થી 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર, 1/2 ટીસ્પૂન જીરું પાઉડર, 1/2 ચમચી ગરમ મસાલો, તળવા માટે તેલ

મેથડ

સૌ પ્રથમ સમારેલ પાલકના પાન અને લીલા વટાણાને બાફી લો. હવે મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં લીલા મરચાં, કોથમીર, આદુનો ટુકડો લસણની 2 થી 3 કળી, પાણી જરૂર મુજબ ઉમેરી ગ્રેવી તૈયાર કરો.

હરા ભરા કબાબ રેસીપી

હવે ગ્રેવીમાં બાફેલા છીણેલા બટાકા, છીણેલું પનીર, મીઠું, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, જીરું પાઉડર, ગરમ મસાલો અને બ્રેડ ક્રમ્બ્સ નાખી કબાબ તૈયાર કરો.

હરા ભરા કબાબ રેસીપી

ટિક્કી તૈયાર કરી, એક નોન સ્ટિક પેન ગરમ કરો તેમાં બધી ટિક્કી સહેજ તેલમાં સૅલો ફ્રાય કરી લો.

હરા ભરા કબાબ

બધા કબાબ સૅલો ફ્રાય થઇ જાય એટલે દહીં અથવા ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.

Misal Pav Recipe : મહારાષ્ટ્રનું ફેમસ મિસળ પાવ ઘરે બનાવો, સરળ રેસીપી જાણો