Hariyali Aloo Recipe | ચટપટા હરીયાળી આલુ રેસીપી

Nov 20, 2024, 03:53 PM

પેસ્ટ માટે સામગ્રી

1 કપ બ્લેન્ચ કરેલી પાલક, 1 કપ કોથમીર, 1/2 કપ ફુદીનાના પાન, 1/2 કપ લીલા લસણના પાન, 3-4 લસણની કળી, 1 ઈંચ આદુ, 3-4 લીલા મરચાં, 1/4 કપ દહીં

મેરિનેશન માટે

1 ચમચી તેલ, 10-12 બેબી પોટેટો, 1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર, 1 ટીસ્પૂન હળદર પાવડર

વઘાર માટે

1 ચમચી ઘી, 1 ટીસ્પૂન જીરું , 1 તમાલપત્ર , 1 નાની તજ, ઝીણી સમારેલી ડુંગળી, લીલી પેસ્ટ, મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી જીરું-ધાણા પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, લીંબુનો રસ

હરિયાળી આલુ રેસીપી

સૌ પ્રથમ સમારેલ પાલક, કોથમીર, ફુદીનાના પાન, લીલા લસણના પાન, લસણની કળી, આદુ, દહીં અને મરચાને મિક્ષરમાં પીસીને પેસ્ટ બનાવી લો.

હરિયાળી આલુ રેસીપી

ત્યારબાદ એક મોટા બાઉલમાં બાફેલા બેબી પોટેટો, તેલ, લાલ મરચું પાઉડર અને હળદર પાઉડર નાખીને મેરિનેટ કરી લો.

હરિયાળી આલુ રેસીપી

હવે વધારે માટે એક કડાઈમાં ઘી ગરમ કરો, એમાં 1 જીરું, તમાલપત્ર , 1 નાની તજ, ઝીણી સમારેલી ડુંગળી, બનાવેલ ગ્રીન પેસ્ટ નાખીને પ્રોપર કુક થવા દો.

હરિયાળી આલુ રેસીપી

હવે મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી જીરું-ધાણા પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, લીંબુનો રસ, બેબી પોટેટો નાખીને સારી રીતે કુક કરો અને થઇ જાય એટલે ગરમ ગરમ સર્વ કરો.

ઠંડીમાં ઉત્તર ગુજરાતના ફેમસ તુવેર ટોઠાની મજા માણો, જાણો રેસીપી