ફળ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. ખાસ કરીને સીઝનમાં આવતા મૌસમી ફળો પણ ખાવા જ જોઇએ.
ઉનાળા અને ચોમાસામાં આવાતા કાળા અને નાના જાંબુ શરીર માટે બહુ ફાયદાકારક છે. જાંબુને Indian Blackberry પણ કહેવામાં આવે છે. જાણો જાંબુ ખાવાના 7 ફાયદા
જાંબુમાં જમ્બોલિન અને જંબોસિન નામના સંયોજક હોય છે, જે બ્લડ સુગર કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. આથી ડાયાબિટીસ દર્દી માટે જાંબુ ખાવા ફાયદાકારક હોય છે.
જાંબુમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે, જે પાચન ક્રિયા સુધારે છે. જાંબુ ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.
જાંબુમાં ઓછી કેલેરી અને ફાઇબર વધારે હોય છે. આથી વેટ લોસ કરવામાં જાંબુનું સેવન મદદરૂપ થાય છે. જાંબુ ખાધા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
જાંબુમાં એન્ટિ ઓક્સોડેન્ટ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ કરે છે. જાંબુ હૃદય રોગનું જોખમ ઘટાડી શકે છે.
જાંબુમાં વિટામીન સી હોય છે, જે ઇમ્યુનિટી વધારે છે. જાંબુ ખાવાથી સીઝનલ બીમારી સામે રક્ષણ મળે છે.
જાંબુમાં આર્યન હોય છે, જેની મદદથી હિમોગ્લોબિન સુધરે છે અને શરીરની અંદર ઓક્સીજનનું પ્રમાણ વધે છે.
જાંબુમાં એન્ટિ બેક્ટીરિયલ ગુણ હોય છે, જે દાંત અને પેઢા સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.