Mar 19, 2024

Morning Drinks : દરરોજ સવારે ઉઠી આ પીણાંનું કરો સેવન, સ્વાસ્થ્ય માટે થશે ગુણકારી સાબિત

Shivani Chauhan

દરેક વ્યક્તિની મોર્નિંગ રૂટીન સારું હોવું જોઈએ કારણ કે દિવસની શરૂઆત સારી થાય તો આખો દિવસ સારો જાય છે.

ઘણા લોકોને સવારે ઉઠીને પાણી પીવાની આદત હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

તો તમે પણ જ્યારે સવારે ઉઠો અને તમારા દિવસની સારી શરૂઆત કરો ત્યારે તમે પણ આ પીણાં પી શકો છો.

હૂંફાળા પાણીમાં તાજા લીંબુનો રસ ઉમેરો અને સવારે આ પાણી પીવો. તમારું શરીર હાઇડ્રેટેડ રહેશે અને પાચનમાં પણ મદદ મળશે.

સવારે ઉઠ્યા પછી હળદરના પાણીનું નિયમિત સેવન કરવાથી તેની એન્ટિ-બેક્ટેરિયલ અને ઇમ્યુનોમોડ્યુલેટરી અસરોને કારણે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

Source: canva

એપલ સાઇડર વિનેગર ટોનિક :  એપલ વિનેગર વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. ટોનિક પાચનમાં મદદ કરી શકે છે અને ઊર્જા સ્તરમાં વધારો કરી શકે છે.

સ્મૂધી : ફળો, શાકભાજી, પ્રોટીન પાવડર મિક્સ કરીને પૌષ્ટિક સ્મૂધી તૈયાર કરો અને જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તેનું સેવન કરો. આ તમને સ્વસ્થ રાખે છે.

ગ્રીન ટી : જો તમને થાક લાગે તો સવારે ગ્રીન ટી લો. તેમાં કેફીન વધારે હોય છે જે શરીરને એનર્જી આપે છે. તે શરીર અને મનના તણાવને પણ ઘટાડે છે.

આ પણ વાંચો: nnઉનાળામાં દ્રાક્ષ ખાવાના આ ફાયદા જાણો, કોલેસ્ટ્રોલ લેવલ પણ રહેશે કંટ્રોલમાં