શિયાળામાં ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં પહેરે છે. ઘણા લોકો તો ગરમ કપડા અને પગમાં મોજાપહેરીને ઉંઘે છે. શું તમે જાણો છે મોજાં પહેરીને સૂવું જોઈએ કે નહીં? ચાલો જાણીયે
હકીકતમાં શિયાળામાં રાત્રે મોજા પહેરીને સૂવાના ફાયદા કરતાં ગેરફાયદા વધુ છે.
શિયાળાની ઠંડીમાં રક્તવાહિનીઓ સંકોચાય છે. આવી સ્થિતિમાં, રાત્રે ઊનના મોજાં અથવા ખૂબ ગરમ કપડાં પહેરીને સૂવું જોઈએ નહીં. જેના કારણે શરીરમાં ખૂબ ગરમી લાગતા બેચેની, નર્વસનેસ અને લો બ્લડ પ્રેશર જેવી સમસ્યા વધી જાય છે.
રાત્રે ચુસ્ત મોજાં પહેરીને સૂવાથી પગની નસો પર દબાણ આવે છે, જેના કારણે હૃદયને લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
રાત્રે મોજાં પહેરીને સૂવાથી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થવાનું જોખમ વધી જાય છે. ખૂબ ચુસ્ત મોજાં પહેરવાથી રક્ત પરિભ્રમણ બરાબર થતું નથી.
શિયાળામાં મોજાં પહેરીને સૂવાથી શરીર ગરમ રહે છે. આ સાથે, પગની ત્વચા શુષ્ક થવાથી સુરક્ષિત રહે છે અને તિરાડની તિરાડથી પણ રાહત મેળવી શકાય છે.