1 કપ કપ ઘઉંનો લોટ, 1/2 સોજી, સ્વાદ અનુસાર મીઠું, તેલ (મોણ અને શેકવા માટે),જરૂર મુજબ પાણી
સમારેલ ડુંગળીની સ્લાઈસ, સમારેલ કેપ્સિકમ, ચીઝ, પીઝા સોસ, બોઈલ મકાઈ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ
સૌ પ્રથમ ભાખરીનો લોટ બાંધો, ઘઉંનો લોટ અને સોજી મિક્ષ કરીને એમાં સ્વાદાનુસાર મીઠું નાખો અને મોણ માટે તેલ નાખો.
કણક બાંધ્યા બાદ તેને થોડી વાર રેસ્ટ આપો, ત્યારબાદ સહેજ જાડી ભાખરી વણીને પેનમાં સહેજ ક્રિસ્પી ફ્રાય કરી લો.
બન્ને સાઈડ ક્રિસ્પી થઇ જાય એટલે ગેસ બંધ કરો અને પિઝાની તૈયારી કરો.
હવે ભાખરી પર પિઝા સોસ પાથરો, ત્યારબાદ સ્મરણે ડુંગળી અને કેપ્સિકમ, બાફેલી મકાઈ અને ચીઝ છીણીને નાખો.
અંતે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખીને થોડી વાર માટે ધીમા તાપે કુક કરો એટલે તમારો હેલ્ધી ભાખરી પીઝા રેડી છે.