હેલ્ધી નૂડલ્સ રેસીપી, કાકડીમાંથી આ રીતે બનાવો

May 26, 2025, 02:46 PM

બાળકોને હેલ્ધી ખવડાવાની વાત આવે છે ત્યારે મમ્મીઓની મુશ્કેલી વધી જાય છે. ખાસ કરીને જ્યારે તેઓને હેલ્ધી ફૂડ ખાસ કરીને લીલા શાકભાજી અને ફળ ખવડાવવાની વાત આવે છે ત્યારે.

જો તમારું બાળક પણ લીલા શાકભાજી ખાતું નથી અને તેના બદલે મોમોઝ , નૂડલ્સ અથવા રોલ્સ ખાવા માંગે છે, તો તમે તેના માટે હેલ્ધી ઓપ્શન બનાવી શકો છો.

નૂડલ્સ વિશે વાત કરીએ તો તે સામાન્ય રીતે મેંદામાંથી બનાવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

અહીં બાળકો માટે હેલ્ધી નૂડલ્સની રેસીપી શેર કરીશું જે ખાવામાં સ્વાદિષ્ટ જ નહીં પણ હેલ્ધી પણ છે. અમે કાકડી નૂડલ્સ વિશે વાત કરી છે. જાણો કાકડી નૂડલ્સ રેસીપી

કાકડી નૂડલ્સ રેસીપી સામગ્રી

3 કાકડી, 1/2 શેકેલા જીરાનો પાવડર, 1/2 ચમચી કાળા મરી પાવડ, 1 ગાજર, 1 કેપ્સિકમ, 1 ચમચી લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી કોથમીર, 1 ચમચી તલ

કાકડી નૂડલ્સ રેસીપી

કાકડી નૂડલ્સ બનાવવા માટે પહેલા કાકડીને બરાબર ધોઈ લો અને તેને છોલી લો હવે કાકડીને એક બાઉલમાં નૂડલ્સની જેમ કાપી લો.

કાકડી નૂડલ્સ રેસીપી

કાકડીના નૂડલ્સ ફેલાવો જેથી તેની ભીનાશ સુકાઈ જાય. હવે તેમાં છીણેલું ગાજર, કેપ્સિકમ અને લીલા ધાણા ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.

કાકડી નૂડલ્સ રેસીપી

પછી તેના પર લીંબુનો રસ, શેકેલા જીરાનો પાવડર, કાળા મરી અને મીઠું નાખો. જો તમે ઈચ્છો તો, તમે થોડા તલ પણ છાંટી શકો છો. બધું થોડું મિક્સ કરો એટલે તમારા કાકડી નુડલ્સ રેડી છે.

રાગી મોમોઝ રેસીપી, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર નાસ્તો!