વરસાદી વાતાવરણમાં ગરમ ગરમ સરગવાના સૂપથી દિવસની કરો શરૂઆત

Sep 07, 2025, 06:08 PM

સરગવો આપણે શાક, સંભાર કે અન્ય કઢીમાંજ આપણે મોટેભાગે યુઝ કરીયે છીએ. પરંતુ તેનું નિયમિત સેવન કરવાથી અસંખ્ય ફાયદા થઇ શકે છે.

સરગવો ખાવાના ફાયદા

તે લોહીમાં શર્કરાનું સ્તર જળવી રાખે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, સરગવો હાડકાની ઘનતામાં સુધારો કરે છે. તે આંતરડાનું સ્વાસ્થ્ય સુધારે છે.

સરગવો ખાવાના ફાયદા

સરગવો રક્ત શુદ્ધિકરણમાં મદદ કરે છે, શ્વસન સંબંધી રોગોથી બચવામાં મદદ કરે છે. તે સ્ત્રીઓના સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદ કરે છે.

સરગવો ખાવાના ફાયદા

સરગવામાં વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટો વધુ હોય છે જે સામાન્ય શરદી અને ફ્લૂને મટાડવામાં મદદ કરે છે. જેથી તેનું સેવ ચોમાસામાં ગુણકારી માનવામાં આવે છે.

સરગવો ખાવાના ફાયદા

એમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે તેથી અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર આ સૂપનું સેવન કરવું ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે! અહીં જાણો ખાસ સરગવાના સૂપની રેસીપી

સામગ્રી

4-5 સરગવાની સીંગ, 2 ટામેટાં, 1 ડુંગળી, 1 બ્રોકોલી, 3-4 કળી લસણ, 2 ટુકડા આદુ, મીઠું સ્વાદાનુસાર, 700 મિલી પાણી.

સામગ્રી

1 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન હળદર, 1 ચમચી ઘી, થોડા મીઠા લીમડાના પાન

સરગવાના સૂપની રેસીપી

બધા ઉપર જણાવેલ સમારેલા શાકભાજીને પ્રેશર કૂકરમાં પાણી, જીરું, મીઠું અને હળદર સાથે નાખો. 5-6 સીટીઓ માટે પ્રેશર કુક થવા દો, મિશ્રણ ઠંડુ થવા દો.

સરગવાના સૂપની રેસીપી

સરગવાના સૂપને ગાળી લો, બાકીના શાકભાજી કાઢવા માટે ચમચીનો ઉપયોગ કરો. અથવા બધું એકસાથે મિક્સ કરો અને પછી પ્રેસ કરો.

સરગવાના સૂપની રેસીપી

હવે વઘાર ઘી, જીરું અને મીઠા લીમડાનો વઘાર કરીને સૂપમાં ઉમેરો, તમારો સરગવાનો સૂપ અથવા સરગવાનો સૂપ તૈયાર છે.

બાળકો માટે બનાવો બીટરૂટ કેક, હેલ્ધી અને ટેસ્ટી પણ