1 કપ ઘઉંનો લોટ, 1/4મો કપ રવો, 1/2 ચમચી અજમા, 1 ચમચી તલ, સ્વાદ મુજબ મીઠું, 2 ચમચી ઘી અથવા તેલ
1 ચમચી જીરું, 1 ચમચી ધાણાજીરું, 1 ચમચી વરિયાળી, આદુ અને લીલા મરચાં
સૌ પ્રથમ કણક માટે, 1 કપ ઘઉંનો લોટ, 1/4 કપ રવો, 1/2 ચમચી અજમા, 1 ચમચી તલ, સ્વાદ મુજબ મીઠું મિક્સ કરો, તેને સારી રીતે મિક્સ કરો.
હવે એમાં 2 ચમચી ઘી અથવા તેલ ઉમેરો, ઘીને લોટમાં સારી રીતે મિક્સ કરો અને સામાન્ય પાણી ઉમેરીને સોફ્ટ કણક બાંધો.
હવે ઢાંકીને 20 મિનિટ માટે મૂકી રાખો, સ્ટફિંગ માટે એક 1 ચમચી જીરું, 1 ચમચી ધાણાજીરું, 1 ચમચી વરિયાળી થોડું આદુ અને લીલા મરચાં પીસી લો.
હવે એક કઢાઈમાં 1 ચમચી ઘી ઉમેરો, પીસેલો પાવડર ઉમેરો અને સાંતળો. હવે આદુ લીલા મરચાંની પેસ્ટ ઉમેરો અને કુક કરો.
હવે 3 બાફેલા બટાકા, થોડો આમચુર પાવડર, ગરમ મસાલો અને કસૂરી મેથી ઉમેરો. તેમાં થોડા બાફેલા લીલા વટાણા અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
બધું એકસાથે મિક્સ કરો અને 1 મિનિટ માટે કુક કરો, ત્યારબાદ તેને થોડા સમય માટે ઠંડુ થવા દો, લોટને સમાન ભાગોમાં વહેંચો.
આલુ નું સ્ટફિંગ નાખો અને તેને સારી રીતે સીલ કરો, આ બોલ્સને અપ્પેના પેનમાં ધીમા તાપે સોનેરી રંગ થાય ત્યાં સુધી કુક કરો અને ગરમ ગરમ સર્વ કરો.