બાળક માટે સ્કૂલ લંચમાં શું બનાવવું તેના વિશે દરેક માતા પરેશાન હોય છે. સ્કૂલ લંચમાં હંમેશા પોષક તત્વોથી ભરપૂર આરોગ્યપ્રદ વાનગી જ મૂકવી જોઇએ.
અમે અહીં સ્કૂલ જતા બાળકોની માતાઓની સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો છે. અહીં સ્કૂલ લંચ માટે 6 દિવસની 6 વાનગી આપી છે. આ વાનગી તમારા બાળકો હોંશે હોંશે ખાશે.
બટાકા પૌઆ નાના બાળકથી લઇ મોટા વ્યક્તિ દરેકને ભાવે છે. બાફેલા બટાકા અને પૌઆ ઓછી સામગ્રી અને સમયમાં બની જાય છે, જે સવારના નાસ્તા માટે શ્રેષ્ઠ વાનગી છે. તેને વધારે ટેસ્ટી અને આરોગ્યપ્રદ બનાવવા માટે પૌઆમાં બીટ, ગાજર અને તીખી કે મોળી સેવા ઉમેરી શકાય છે.
થેપલા પ્રખ્યાત ગુજરાતી વાનગી છે. ઘઉંના લોટમાં મેથી અને અન્ય મસાલા ઉમેરીને થેપલા બનાવી શકાય છે. જો મેથી ન હોય તો લાલ મરચા પાઉડર, અજમો ઘઉંના લોટમાં ઉમેરીને મસાલા થેપલા બનાવી શકાય છે. થેપલા બાળકના સ્કૂલ લંચ અને વ્યક્તિના સવારના નાસ્તા માટે ઉત્તમ વાનગી છે.
ઉપમા સોજી માંથી બને છે, જેને સામાન્ય ભાષામાં તીખી શીરો પણ કહી શકાય છે. સોજી માંથી બનતા ઉપમામાં સીંગદાણા, ગાજર બીટ ઉમેરવાથી વધુ ટેસ્ટી અને હેલ્ધી બને છે.
મમરા બાળકથી લઇ મોટા વ્યક્તિને ખાવા ગમે છે. મમરામાં મકાઇ પૌઆ, સીંગદાણા, પાપડ, તીખી અને મોળી સેવ, પાપડી અને ચાટ મસાલો ઉમેરી ચટપટી મમરા ચાટ બનાવી બાળકને સ્કૂલ લંચમાં આપી શકાય છે. ખાખરા પણ સ્કૂલ લંચમાં આપી શકાય છે.
ચીલા ચણાના લોટ માંથી બને છે. ચીલાને વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવવા માટે તેમા બીજ ગાજરની પેસ્ટ ઉમેરી શકાય છે. ચીલામાં વચ્ચે પનીર કે ચીઝનું સ્ટફિંગ કરીને ખાઇ શકાય છે. ચણાના ચીલા પ્રોટીનથી ભરપૂર હોય છે. બાળકોને ચીલા ચટણી કે સોશ સાથે ખાવાની મજા પડશે.
મસાલા ઇડલી બાળકોને ખાવી ગમે છે. ચોખા અને અડદાના ખીરું માંથી બનતી ઇડલી પૌષ્ટિક હોય છે. ઇડલી બનાવ્યા બાદ તેમા તેલ, રાઇ, તેલ અને મીઠા લીમડાનો તડકો લગાવી મસાલા ઇડલી બનાવી શકાય છે. મસાલા ઇડલને નારિયેળ ચટણી, સોશ સાથે ખાઇ શકાય છે.