રાગી તેના અનેક સ્વાસ્થ્ય ગુણોને કારણે જાણીતું મિલેટ છે. રાગી મિલેટમાંથી ઘણા હેલ્થી સ્નેક્સ બનાવી શકાય છે.
અહીં શેફ મેઘનાની પૌષ્ટિક રાગીના લોટથી બનાવેલા રાગી ઢોસા અને ટેન્ગી ટામેટા ચટની નાસ્તા માટે પરફેક્ટ છે.
1 કપ રાગીનો લોટ, 1/2 કપ સોજી, 1/2 કપ દહીં, જરૂર મુજબ પાણી, બારીક સમારેલી કોથમીર, મીઠું અને ફ્રુટ સોલ્ટ
એક મિક્સિંગ બાઉલમાં રાગીનો લોટ લો, તેમાં સોજી, દહીં, જરૂર મુજબ પાણી ઉમેરી તેને સારી રીતે મિક્સ કરો અને બેટરને 10 મિનિટ માટે મૂકી રાખો.
રાગી ઢોસાના બેટરને પરફેક્ટ બનાવવા તેમાં જરૂર મુજબ પાણી એડ કરો, સ્વાદ મુજબ મીઠું, બારીક સમારેલી કોથમીર અને ફ્રુટ સોલ્ટ ઉમેરો. બેટર મિક્સ કરો અને ઢોસા બનાવવાનું શરૂ કરો
એક નોન સ્ટિક પેન ગરમ કરો, ગરમ થાય એટલે ખીરું પાથરો. તમે તમારી ચોઈસ મુજબ ઢોસાની સાઈઝ રાખી શકો છો.
જ્યાં સુધી ઢોસામાં પરપોટા ન દેખાય ત્યાં સુધી મીડીયમ ફ્લેમ પર કુક કરો, તેમાં જરૂર મુજબ ઓઇલ નાખો.
જો પ્રોપર કુક થઇ જાય એટલે રાગી ઢોસાને ચટણી અથવા સંભાર સાથે ગરમ ગરમ સર્વ કરો.