Breakfast Recipe : બ્રેકફાસ્ટમાં ખાઓ ટેસ્ટી અને હેલ્થી ઉપમા, દિવસ રહેશે મજેદાર

May 29, 2024, 04:11 PM

નાસ્તો

સવારે રોજ રોજ નાસ્તમાં શું બનાવવું એ મોટો પ્રશ્ન છે, આપણે ઝડપી બની જાય એવા ઓપ્શન પસંદ કરીયે છીએ, સિંધી કોકી માત્ર 7-10 મિનિટમાં તૈયાર થઇ જાય છે.

ઉપમા રેસીપી

એવામાં અહીં હેલ્થી ઉપમાની રેસીપી શેર કરી છે જે ઓછા સમયમાં બનશે એનર્જી દિવસ દરમિયાન ટકાવશે અને તમને લાંબા સમય સુધી ભરપૂર પણ રાખશે. જાણો રેસીપી

સામગ્રી

1 કપ સોજી, 2 બારીક સમારેલા ટામેટાં, 1 બારીક સમારેલ ડુંગળી, 1 બારીક સમારેલ લીલું મરચું, 1 ચમચી રાઈ, 1 સૂકું લાલ મરચું, 6-7 મીઠા લીમડાના પાન, 1/4 ચમચી હિંગ, સ્વાદ અનુસાર મીઠું , સીંગદાણા, જરૂર મુજબ ગરમ પાણી, જરૂર ¼ ટીસ્પૂન હળદર, થોડો લીંબુનો રસ, ગાર્નિશિંગ માટે કોથમીર

મેથડ

સૌ પ્રથમ ટામેટા, ડુંગળી, લીલા મરચા વગેરે શાકભાજી બારીક સમારી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરો તેમાં રાઈ નાખો, રાઈ તતડે એટલે હિંગ, સૂકું લાલ મરચું અને મીઠા લીમડા પાન નાખો.

ઉપમા રેસીપી

ત્યારબાદ તેમાં ડુંગળી અને સીંગદાણા નાખો, તેને પ્રોપર બ્રાઉન કલરની થવા દો, અને પછી ટામેટા, લીલા મરચા, મીઠું, સહેજ હળદર ઉમેરો. જરૂર મુજબ પાણી નાખો.

ઉપમા રેસીપી

હવે સોજીને ધોઈને આ મિશ્રણમાં એડ કરો અને સારી રીતે મિક્ષ કરો. તેને ધીમી આંચ પર થોડીવાર થવા દો.

સર્વિંગ

ઉપમા થઇ જાય એટલે તેને કોથમીરથી ગાર્નિશ કરીને લીંબુનો રસ નાખી ગરમા ગરમ સર્વ કરો.

Breakfast Recipe : ફાઈબર અને પ્રોટીનનો સ્ત્રોત છે કાળા ચણા, નાસ્તમાં આ નવી રીતે બનાવો, જાણો સરળ રીત