હાર્ટ અટેક આવ્યા પહેલા શરીરમાં આવા સંકેત દેખાય છે, જાણો અહીં

Mar 09, 2023

shivani chauhan

હાર્ટ એટેકને કેસો આજ-કાલ ઘણા વધી રહ્યા છે, હાર્ટ અટેક આવ્યા પહેલા શરીરમાં કેટલાક સંકેત ચિહ્ન દેખાય છે, જેથી એલર્ટ થવું ખુબજ જરૂરી છે.

હાર્ટ અટેકની શરૂઆતના લક્ષણમાં છાતીમાં દુખાવો થાય છે, છાતીમાં ભારેપણું, દુખાવો, ગુંગળામણ કે પછી કોઈ ફેરફાર જણાય તો તરત એર્લ્ટ થવાની જરુર છે.

બેચેની કે ગુંગળામણ હાર્ટ અટેક આવવાનું પહેલું લક્ષણ છે, ચેસ્ટ કે પેટમાં થતી બળતરા એ અપચો નહિ પરંતુ આ હૃદય સાથે સંબંધિત સમસ્યા છે.

જો કારણ વિના ગરદનમાં દુખાવાની સમસ્યા છે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે, જે હર્ટ અટેકની સાઈન હોઈ શકે છે.

ઉલ્ટી થવી પણ હાર્ટ અટેકના લક્ષણોમાંથી એક છે, મહિલાઓને વારંવાર ઉલ્ટી, બ્લોટિંગની સમસ્યા હોય તો એલર્ટ થવું જરૂરી છે.

પગમાં સોજો આવવો એ હાર્ટ અટેકનું એક કોમન લક્ષણ છે, આ સિવાય ડાબા હાથમાં દુખાવો પણ હાર્ટ ફેઈલનું એક લક્ષણ છે.