1.5 કપ ફણગાવેલા મગ, 2 સમારેલ લીલા મરચા, 1/2 ઇંચ આદુ, 3 લવિંગ, 3-5 પાન મીઠો લીંબડો, 1/2 ચમચી આખું જીરૂ, જરૂર મુજબ પાણી, 1/4 કપ સોજી, 1/4 કપ ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, પસંદગીના શાકભાજી અને 1/4 ચમચી ખાવાનો સોડા
સૌ પ્રથમ ફણગાવેલા મગ, સમારેલ લીલા મરચા, આદુ, લવિંગ, મીઠો લીંબડો, આખું જીરૂ અને જરૂર મુજબ પાણી નાખીને મિક્ષર ગ્રાઈન્ડરમાં પીસી લો.
ત્યારબાદ એક મોટા પાત્રમાં કાઢીને એમાં સોજી, ચણાનો લોટ, પ્રમાણે મીઠું, સમારેલ ડુંગળી, સમારેલ ટામેટું, સમારેલ ગાજર અને બીટ (પસંદગીના શાકભાજી), અને ખાવાનો સોડા નાખી સારી રીતે મિક્ષ કરો.
ગેસ ચાલુ કરો અને સ્ટીમરમાં સહેજ તેલ નાખો. હવે અપ્પમના સ્ટીમરમાં બધું બેટર થોડું થોડું નાખો અને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દો.
બન્ને સાઈડ ફ્લિપ કરી સ્ટીમ કરો, થઇ જાય એટલે ગ્રીન ચટણી અથવા દહીં સાથે ગરમ ગરમ નાસ્તમાં સર્વ કરો.