મગની દાળનો હાંડવો, પ્રોટીનથી ભરપૂર નાસ્તો

Oct 08, 2025, 03:23 PM

નાસ્તામાં શું બનાવવું એ મોટાભાગના લોકોને પ્રશ્ન હોય છે, નાસ્તો હેલ્ધી હોવો જોઈએ જે તમને દિવસ દરમિયાન એનર્જી ટકાવી રાખવામાં મદદ કરે, અહીં એવીજ એક મગની દાળમાંથી હાંડવો બનાવાની રેસીપી આપી છે,

મગની દાળનો હાંડવો રેસીપી સામગ્રી

1 કપ મગની ફોતરાં વગરની દાળ (ધોઈને ઓછામાં ઓછા 1-2 કલાક માટે પલાળી રાખો), 1-2 લીલા મરચાં, 1 ઇંચ આદુ, 2 ચમચી બેસન

મગની દાળનો હાંડવો રેસીપી સામગ્રી

સ્વાદ મુજબ મીઠું, 1/2 ચમચી બેકિંગ સોડા, જરૂર મુજબ તેલ, 2 ચમચી સમારેલ ગાજર, 2 ચમચી ડુંગળી, 2 ચમચી મકાઈ, 2 ચમચી કેપ્સિકમ, વઘાર માટે તલ

મગની દાળનો હાંડવો રેસીપી

સૌ પ્રથમ પ્રથમ મગની ફોતરાં વગરની દાળને 2-3 કલાક માટે પલાળીને રાખો, ત્યારબાદ એમાં મરચા અને આદુ નાખો.

મગની દાળનો હાંડવો રેસીપી

હવે બધી સામગ્રીને બારીક પેસ્ટમાં પીસી લો, આ બેટરમાં 1-2 ચમચી બેસન અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

મગની દાળનો હાંડવો રેસીપી

હવે મિશ્રણને સારી રીતે મિક્સ કરો, આમાં તમારી પસંદગીના સમારેલા શાકભાજી ઉમેરો અને મિક્સ કરો અહીં ગાજર, ડુંગળી, કેપ્સિકમ, મકાઈ ઉમેરી છે.

મગની દાળનો હાંડવો રેસીપી

છેલ્લે 1/2 ચમચી બેકિંગ સોડા, થોડું તેલ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો, હવે એક નાની તપેલી ગરમ કરો.

મગની દાળનો હાંડવો રેસીપી

તેમાં થોડું તેલ અને તલ ઉમેરો, અને બેટર રેડો અને તેને સરખી રીતે ફેલાવો, તેને ઢાંકીને 3-4 મિનિટ માટે ધીમા તાપે ઢાંકીને કુક કરો.

મગની દાળનો હાંડવો રેસીપી

હાંડવો એક સાઈડ કુક થઇ જાય એટલે તેને બીજી એક મિનિટ માટે બીજી બાજુ કુક કરો, ક્રિસ્પી થઇ જાય એટલે તમારો પ્રોટીનથી ભરપૂર હાંડવો તૈયાર છે, તેને ચટણી સાથે સર્વ કરો.