Nov 18, 2025
1 કપ બાફેલા કાળા ચણા (આખી રાત પલાળેલા), 1 મીડિયમ સાઈઝનું બાફેલું બટાકુ, 2 ઝીણા સમારેલ લીલા મરચાં, નાનો ટુકડો ઝીણું સમારેલું આદુ, ઝીણા સમારેલા કોથમીરના પાન, 1 મીડિયમ સાઈઝની ઝીણી સમારેલી ડુંગળી (જો તમને ભાવે તો)
1 ચમચી મરચું પાવડર (જેટલું તીખું ખાવું હોય તેટલું), 1 ચમચી ધાણા પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી હળદર પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ચોખાનો લોટ, તેલ શેકવા માટે
દહીં, તીખી ચટણી, મીઠી ચટણી, સેવ અને દાડમના દાણા
1 કપ કાળા ચણાને આખી રાત પલાળી દો. પછી તેને કૂકરમાં નાંખી, મધ્યમ તાપ પર 5-6 સીટી વાગે ત્યાં સુધી બાફો
બાફેલા ચણાને સહેજ અધકચરા મેશ કરી લો. હવે તેમાં બાફેલું બટેટું મેશ કરીને નાખો. પછી તેમાં લીલા મરચાં, આદુ, કોથમીર અને ડુંગળી નાખો.
ઉપર આપેલા બધા મસાલા (મરચું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો, હળદર, મીઠું) અને બ્રેડ ક્રમ્સ નાખી દો, આ બધાને ખૂબ સારી રીતે મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો.
તૈયાર કરેલા મિશ્રણમાંથી ગોળ ટિક્કી વાળી લો, એક પેનમાં તેલ ગરમ કરો, બધી ટિક્કી તેલમાં મૂકી દો, તેને ઉલટાવી-પલટાવીને બંને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી ધીમા તાપે શેકી લો.
એક પ્લેટમાં ટિક્કી મૂકો, તેના પર ફીણેલું દહીં નાખો. પછી તીખી ચટણી અને મીઠી ચટણી નાખો, ઉપર સેવ અને દાડમના દાણા નાખીને સજાવો.