HMPV વાયરસ સામે બચવા શું કરવું? શું ન કરવું!

Jan 06, 2025, 06:05 PM

HMPV વાયરસ

ચીન માંથી એચએમપીવી વાયરસ ભારતમાં આવી ગયો છે. HMPV વાયરસના લક્ષણ કોવિડ 19 જેવા જ છે.

એચએમપીવી વાયરસ વિશે એડવાઇઝરી

ગુજરાત સરકાર દ્વારા એચએમપીવી વાયરસ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં HMPV વાયરસથી બચવા શું કરવું અને શું ન કરવું તેના વિશે જાણકારી આપી છે.

HMPV વાયરસથી બચવા શું કરવું

ઉધરસ કે ઝીંક આવે ત્યારે રૂમાલ વડે મોં ઢાંકવું. ઉધરસ ઝીંક વાળા વ્યક્તિથી અંતર જાળવવું

HMPV વાયરસથી બચવા શું કરવું

વારંવાર સાબુ કે હેન્ડવોશ વડે હાથ ધોવા.

HMPV વાયરસના ઉપાય

સેનેટાઇઝરનો ઉપયોગ કરવો

HMPV વાયરસથી બચવા શું કરવું

ભીડવાળી જગ્યા પર જવાનું ટાળો. ફ્લુ થી પીડિત વ્યક્તિથી ઓછામાં ઓછું 1 હાથનું અંતર જાળવવું

HMPV વાયરસના ઉપાય

તાવ, ઉધરસ, શરદી હોય ત્યારે જાહેર સ્થળોએ જવાનું ટાળવું. તેમજ આવી તકલીફ હોય તેવી વ્યક્તિથી અંતર જાળવવું

HMPV વાયરસથી બચવાના ઉપાય

વિટામીન સી વાળો ખોરાક લેવો. વધુ પાણી પીવું અને પોસ્ટિક ખોરાક ખાવો

HMPV વાયરસથી બચવાના ઉપાય

દરરોજ 6 થી 8 કલાક પુરતી ઊંઘ લેવી

HMPV વાયરસથી બચવાના ઉપાય

ઘર અને રૂમમાં સૂર્યપ્રકાશ - હવાની પુરતી અવરજવર રાખવી. બીમારી ફેલાતી રોકવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળું વાતાવરણ રાખવું જોઇએ

HMPV વાયરસથી બચવાના ઉપાય

શ્વસન સંબંધિત રોગના લક્ષણો જણાય તો ઘરમાં રહેવં અને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો.

HMPV વાયરસથી બચવા શું ન કરવું

આંખ, નાક અને મોં નો બિનજરૂરી સ્પર્શ કરવો નહીં

HMPV વાયરસથી બચવા શું ન કરવું

ચેપગ્રસ્ત વ્યક્તિ એ વાપરેલી ચીજનો અન્ય વ્યક્તિએ ઉપયોગ કરવો નહીં

HMPV વાયરસથી બચવા શું ન કરવું

બીમાર હોય તો ઘરની બહાર જવાનું ટાળવું