હોળી 2023: હોળીમાં રમતા પહેલા આ રીતે હેયરની કરો કેર, જાણો અહીં
Mar 07, 2023
shivani chauhan
હોળી રંગોનો તહેવાર છે, હોળીમાં રમ્યા પછી હેયર રફ થઇ જાય છે, ત્યારે હેયરની સંભાળ રાખવા માટે કેટલીક ટિપ્સને ફોલૉ કરવાથી હેયરને રફ થતા બચાવી શકાય છે.
હોળી રમતા પહેલા હેયરમાં ચોટી બનાવીને તેને સારી રીતે બાંધી લો પછી સ્કાર્ફથી કવર કરી દો, જેથી તમારા હેયરને કેમિકલ કલરથી બચાવવામાં મદદ મળશે.
કલરથી રમતા પહેલા હેયરમાં સરસવનું તેલ લગાવવું, આ કલર અને કેમિકલથી વાળ બચાવી રાખશે. જેથી સરળતાથી હેયર માંથી કલર જતો રહેશે, આ ઉપરાંત હેયર ડેમેજ પણ થશે નહિ.
હોળી રમતા પહેલા હેયરમાં સીરમ કે ક્રીમનો ઉપયોગ કરી શકાય છે, જેથી હેયર ડ્રાય થશે નહીં અને સ્કેલ્પ પ્રોટેક્ટ રહેશે.
હોળી રમતા પહેલા હેયરમાં એરંડાના તેલમાં એક ચમચી લીંબુનો રસ મિક્ષ કરી વાળમાં સારી રીતે લગાવવું અને પછી હેયરને કવર કરી લેવા. જો હેયરમાં કલર લાગી જાય તો હેયરમાં ચોંટશે નહિ અને સરળતાથી સાફ થઇ જશે.
હોળી રમતા પહેલા હેયરમાં કોકોનટ મિલ્ક લગાવવું જોઈએ, તેનાથી કલર સાફ કરવામાં સરળતા રહેશે.