હોળી માટે ખાસ 7 વાનગી, તેના વગર અધુરો રંગનો તહેવાર

Mar 04, 2025, 03:23 PM

હોળી ધુળેટી 2025

હોળી ધુળેટી હિન્દુ ધર્મના મુખ્ય તહેવાર છે. ફાગળ પુનમ તિથિ પર હોળી પ્રગટાવાય છે અને તેના પછીના દિવસે ધુળેટી ઉજવાય છે. ધુળેટી પર લોકો એક બીજાને રંગ લગાવે છે.

હોળી માટે ખાસ વાનગી

હોળી પર ઘરે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. હોળી ધુળેટી પર ઘરે આવેલા મહેમાનોને આ વાનગી ખવડાવામાં આવે છે. અહીં ઘરે હોળી પર બનતી પરંપરાગત 7 વાનગી વિશે જાણકારી આપી છે.

માવા ઘુઘરા રેસીપી

માવા ઘુઘરા ભારતની પરંપરાગત મિઠાઇ વાનગી છે. મેંદાના લોટની પુરીમાં ડ્રાયફુટ્સ વાળો માવો ફરી માવા ઘુઘરા બનાવે છે. માવા ઘુઘરા વગર હોળીનો તહેવાર અધુરો ગણાય છે.

દાળ કચોરી રેસીપી

દાળ કચોરી મેંદાની પુરીમાં મગ દાળના મસાલાનું સ્ટફિંગ કર્યા બાદ તેલમાં તળી બનાવાય છે. દાળ કચોરી લીલી અને લાલ ચટણી સાથે ખાવામાં આવે છે.

ઠંડાઇ રેસીપી

ઠંડાઇ રેસીપી વગર હોળી ધુળેટીનો તહેવાર અધુરો લાગે છે. કેસર વાળા ઠંડા દૂધમાં ડ્રાયફુટ્સના ટુકડા, એલચી પાઉડર અને ભાંગ નાંખી ઠંડાઇ બનાવાય છે.

માલપુઆ રેસીપી

માલપુઆ પરંપરાગત વાનગી છે. મેંદાના લોટના ચીલા ઘીમાં તળ્યા બાદ ચાણસીમાં ડબોડી રાખવામાં આવે છે. માલપુઆને રબડી સાથે પણ ખાઇ શકાય છે.

દહીં વડા રેસીપી

દહીં વડા અડદની દાળના ભજીયા બનાવી દહીં સાથે ખાવામાં આવે છે. દહીં વડા પર લીલી અને લાલ ચટણી, ચાટ મસાલા, ઝીણી સેવ નાંખી ખાવાની મજા પડે છે.

મઠરી રેસીપી

મઠરી રાજસ્થાની વાનગી છે. મેંદાના લોટમાં અજમો ઉમેરી લોટ બાંધી તેમાંથી નાની પુરી બનાવાય છે. નાની પુરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેલમાં ફ્રાય કરવાની હોય છે.

દાળ વડા રેસીપી

દાળ વડા મગ દાળમાંથી બને છે. પલાળેલી મગ દાળની પેસ્ટમાં તેલ, લીલા મરચા ઉમેરી તેલમાં નાના નાના ભજીયા બનાવાય છે.