છોલે કુલચા નાના થી લઇ મોટા વ્યક્તિન ગમે છે. જો કે બજારના મેંદા માંથી બનેલા કુલચા ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. અહીં ઘરે ઘઉંના લોટ માંથી નરમ અને સોફ્ટ કુલચા બનાવવાની રીત આપી છે.
ઘઉંનો લોટ, બેકિંગ સોડા, એક્વિટ ડ્રાય યીસ્ટ (સુકુ ખમીર) દૂધ, તેલ, બટર, જીરું, મીઠું સ્વાદ અનુસાર
એક બાઉલમાં ગરમ પાણી લો, તેમા એક નાની ચમચી ખાંડ, મીઠું અને એક્ટિવ ડ્રાય યીસ્ટ નાંખી થાળી વડે ઢાંકી 7 મિનિટ માટે મૂકી રાખો. પાણીમાં યીસ્ટ આવવું જરૂરી છે. તેનાથી કુલચે ફુલશે અને નરમ બનશે.
જો તમારી પાસે એક્ટિવ ડ્રાય યીસ્ટ નથી તો તેના બદલે અડધો કપ દહીંનો ઉપયોગ કરી શકાય છે.
હવે બાઉલમાં 2 કપ ઘઉંનો લોટ, 1 નાની ચમચી તેલ, 1 ચમચી જીરું અને બેકિંગ સોડા અને સ્વાદ અનુસાર મીઠું નાંખી બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો. તમે મેંદો અને ઘઉંનો લોટ બંને સમાન પ્રમાણમાં પણ લઇ શકો છો.
ગરમ પાણી કે દૂધ નાંખી ધીમે ધીમે લોટ બાંધો. દૂધ વડે બાંધવાથી લોટ એકદમ નરમ અને પોચો રહે છે. જો તમે દહીંના યીસ્ટનો ઉપયોગ કર્યો હોય તો ગરમ પાણી વડે લોટ બાંધવા.
લોટ બરાબર મસળો ત્યાર બાદ તેલ લગાડી 10 થી 15 મિનિટ માટે રહેવા દો. આ દરમિયાન લોટ ફુલી જશે. કુલચા બનાવવાની પહેલા લોટ ફરી એકવાર
હવે લોટ માંથી મીડિયમ સાઇઝના લુઆ બનાવી સહેજ જાડી રોટલી વણી લો. લોટ વણવા ઘઉંના લોટનો ઉપયોગ કરવો.
હવે ગેસ પર એક તવો ગરમ કરી કુલચા બંને બાજુથી સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. કુલચા શેકતી વખતે તેલ કે ગરમ લગાવવાનું નથી.
કુલચા ફુલીને શેકાયા ગયા બાદ બટર કે ઘી લગાવો. કુલચાને છોલે કે પનીર સબ્જી સાથે ખાવાની મજા માણો.
આ રીતે ઘઉંના લોટ માંથી બનાવેલા કુલચા લાંબા સમય સુધી નરમ અને ફ્રેશ રહેશે. બજારના મેંદા કરતા ઘરે ઘઉંના લોટમાંથી બનેલા કુલચા ખાવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થતુ નથી.