ચીઝ પિત્ઝા સેન્ડવીચ હોય કે પરોઠા પર લગાવી ખાવાની મજા પડે છે. બજારમાં વેચાતા ચીઝ કેમિકલવાળા અને હાનિકારક હોય છે જેનાથી શરીરને નુકસાન થઇ શકે છે. આથી તમે ઘરે પણ સરળતાથી ચીઝ સરળતાથી બનાવી શકો છો.
દૂધ 1 લિટર, સરકો 4-5 ચમચી, બરફનું ઠંડુ પાણી 1 વાટકી, ગરમ પાણી 2 કપ
ચીઝ બનાવવા માટે એક વાસણમાં દૂધ સહેજ ગરમ કરો. ચમચ વડે દૂધ સતત હલાવતા રહો. દૂધ હુંફાળું રાખો, વધારે ઉકાળશો તો ચીઝ બનશે નહીં અને તે પનીરમાં ફેરવાઈ જશે.
હુંફાળા દૂધમાં થોડુંક થોડુંક વિનેગર ઉમેરો અને સતત હલાવતા રહો. દૂધ ફાટીને દહીં ન બને ત્યાં સુધી સતત હલાવતા રહો.
દહીં બનેલા ફાટેલા દૂધને સતત હલાવી રહો અને ધીમે ધીમે તેને એક જગ્યાએ એકઠું કરો. ત્યાર પછી વધેલા ઘટ્ટ દહીંને હાથ વડે દબાવી પાણી કાઢી લો.
એક વાસણમાં પાણીમાં મીઠું નાંખી હૂંફાળું ગરમ કરો. હવે ચીઝ બોલને મીઠા વાળા પાણીમાં ડબોડી બહાર કાઢી લો. હવે 2 -3 વખત ચીઝને હાથ વડે મળસી સોફ્ટ બનાવો. હાથ વડે દબાણી બધું જ પાણી નીચો લો. ત્યાર પછી ચીઝને ફોલ્ડ કરી ખેંચો.
હવે એક વાસણમાં બરફનું ઠંડુ પાણી ઉમેરો. તેમા ચીઝ બોલને નાંખી થોડાક સમય માટે રહેવા દો. ત્યાર પછી ચીઝ બહાર કાઢી હાથ વડે પાણી નીચોવી લો. તમારું હોમમેડ ચીઝ તૈયાર છે.
આ ચીઝ પ્લાસ્ટિક રેપમાં લપેટી લગભગ 2 થી 3 કલાક માટે ફ્રીજમાં મૂકી દો. ફ્રીજમાં ચીઝ થોડુંક કડક થઇ જામી જશે.
આ રીતે તૈયાર ઘરે તૈયાર કરેલું મોઝરેલા ચીઝ શુદ્ધ અને પૌષ્ટિક હોય છે. આ ચીઝ ફ્રીજમાં સ્ટોર કરવાથી લાંબા સમય સુધી ફ્રેશ રહે છે.
આ ચીઝ પિત્ઝા કે સેન્ડવીચ પર લગાવી ખાવાની મજા માણો.