Oct 17, 2025
શિયાળો આવે ત્યારે તીખું તમતમતું ખાવાનું મન થાય. કાઠિયાવાડી લસણની ચટણી એકવાર ચોક્કસ ટ્રાય કરવી જોઈએ.
કાઠિયાવાડી લસણની ચટણી ભાખરી, પરાઠા, રોટલી દરેકમાં એકદમ સેટ થઈ જાય છે અને સ્વાદમાં પણ જોરદાર હોય છે.
કાઠિયાવાડી લસણની ચટણી ઘરે બનાવી પણ સરળ છે. અને થોડી સામગ્રીમાં ઓછા સમયમાં બની જાય છે તો રેસીપી નોંધી લો.
સૂકું લસણ, જીરું, દહીં, મરચું પાઉડર, ઘી, મીઠું, હીંગ,
સૌથી પહેલા લસણની કળિયો લો અને તેને ફોલીને એક ખલમાં જીરા સાથે ખાંડી લેવું.
એક વાટકીમાં તીખું મરચું લઈને તેમાં પાણી નાંખી સારી રીતે હલાવીને મરચાની પેસ્ટ તૈયાર કરવી.
એક પેનમાં ઘી લઈને ગરમ કરો પચી હીંગ નાંખો અને પછી ખાંડેલું લસણ નાંખીને સારી રીતે પકાવો.
હવે ઘી અને લસણમાં મરચાની પેસ્ટ ઉમેરીને સારી રીતે પાકવા દેવુ. બધા માસાલા સારી રીતે રંધાઈ જવા દો. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું.
હવે એક વાટકી દહીં લઈને થોડું થોડું કરીને પેનમાં ઉમેરતા રહેવું અને સાથે સાથે હલાવતા રહેવું. સારી રીતે મીક્સ થાય ત્યારે થોડી વાર માટે રાંધવા દો. આમ તૈયાર થઈ જશે કાઠિયાવાડી લસણની ચટણી