કન્ડિશનર વગર વાળ થઇ જશે રેશમ જેવા! આટલું કરો

Jan 09, 2025, 03:31 PM

સુંદર ચહેરાની સાથે સુંદર ચમકદાર વાળથી વ્યક્તિની પર્સનાલિટી અલગ પડે છે, ઘણા લોકો મોંઘી પ્રોડક્ટસનો ઉપયોગ જેમ કે શેમ્પુ અને મોંઘા કન્ડિશનરનો ઉપયોગ કરે છે પરંતુ તમે ઘરે પણ નેચરલ કન્ડિશનરનો યુઝ કરીને વાળને ચમકાવી શકો છો.

એલોવેરા જેલ

એલોવેરા જેલનો સીધો ઉપયોગ વાળમાં કરી શકાય છે. આ નેચરલ કન્ડિશનર તમે 15 કે 20 મિનિટ પછી ધોઈ લો.તમારા વાળ સિલ્કી થઇ જશે.

ગ્રીન ટી

એક કપ ગ્રીન ટી તૈયાર કરો અને તેને ઠંડુ થવા દો. આ પાણીનો ઉપયોગ શેમ્પૂ કર્યા પછી વાળ ધોવા માટે કરી શકાય છે.

ઈંડા અને દહીં

એક ઈંડાને એક કપ દહીંમાં નાંખો અને તેને મિક્સ કરો. આ મિશ્રણને તમારા વાળમાં લગાવો અને 30 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.

એપલ સાઈડર વિનેગર

એપલ સાઈડર વિનેગરને પાણીમાં મિક્સ કરી શકાય છે. તેને તમારા વાળમાં લગાવો અને 30 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.

એવોકાડો

સારી રીતે પાકેલો એવોકાડો લો, તેને તમારા વાળમાં લગાવો અને 30 મિનિટ સુધી રહેવા દો. પછી ઠંડા પાણીથી ધોઈ લો. વાળ ચમકદાર અને સિલ્કી થશે.

મધ અને દહીં

સમાન માત્રામાં મધ અને દહીં નાખીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને તમારા વાળમાં લગાવો. 20 થી 30 મિનિટ પછી ધોઈ લો.

બીટરૂટ વધારે સ્કિન ગ્લો, ખીલથી મળશે છુટકારો, આ રીતે કરો ઉપયોગ