બેકરી જેવા ક્રિસ્પી ટોસ્ટ કૂકરમાં બનાવવાની પરફેક્ટ રીત

May 12, 2025, 12:03 PM

ચા સાથે ટોસ્ટ

બેકરી આઇટમ મોટાભાગના લોકોને ખાવી ગમે છે. ચા અને કોફી સાથે ઘણા લોકો ટોસ્ટ થાય છે. બજારમાં વિવિધ ફ્લેવરના ટોસ્ટ મળે છે. જો કે ઘણી વખત બજારની ચીજો ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે.

ટોસ્ટ રેસીપી

બજાર જેવા ટેસ્ટી અને ક્રિસ્પી ટોસ્ટ ઘરે પણ બનાવી શકાય છે. અહીં પ્રેશર કૂકરમાં ટોસ્ટ બનાવવાની સરળ રીત આપી છે.

ટોસ્ટ બનાવવા માટે સામગ્રી

મેંદો 2 કપ, બેકિંગ પાઉડર 1/4 નાની ચમચી, ખાંડ બુરુ દોઢ કપ, દૂધ 1/2 કપ, તેલ કે બટર અડધો કપ, વેનીલા એસેન્સ અડધી નાની ચમચી, એલચી પાઉડર 1/2 નાની ચમચી

ટોસ્ટ બનાવવાની રીત

સૌથી પહેલા પ્રેશર કૂકરની અંદર અડધા સુધી રેતી કે આખું મીઠું ભરી તેની ઉપર એક સ્ટેન્ડ મૂકો. કૂકરના ઢાંકણાની સીટી અને રબર કાઢી લો. હવે પ્રેશર કૂકર ઢાંકીને 10 મિનિટ પ્રીહિટ કરો.

ટોસ્ટ રેસીપી

એક બાઉલમાં મેંદો, બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર ચારણી વડે ચાળી લો. એક બીજા બાઉલમાં ખાંડ બુરુ અને ઓઇલ કે બટર સારી રીતે ફેટી લો.

ટોસ્ટ રેસીપી

હવે તેમા દૂધ અને વેનીલા એસેન્સ નાંખી મિક્સ કરી લો. ત્યાર પછી મેંદાને ધીમે ધીમે ઉમેરી સ્મૂથ બેટર બનાવો.

ટોસ્ટ રેસીપી

આ બેટરને ગ્રીસ કરી સ્ટીલના કન્ટેનરમાં નાંખો. કેન્ટેનર પ્રીહિટ કરેલા પ્રેશર કૂકર સ્ટેન્ડ પર મૂકો.

ટોસ્ટ રેસીપી

હવે પ્રેશર કૂકર ઢાંકીને ધીમા તાપ પર 35 - 40 મિનિટ સુધી બેક કરો.

ટોસ્ટ રેસીપી

કેક બેક થયા બાદ બહાર કાંઢી લો અને ઠંડું થવા દો. ઠંડુ થયા બાદ કેકને કટર વડે સ્લાઇસના શેપમાં કટ કરી લો. આ સ્લાઇસ ફરી પ્રેશર કૂકરમાં મૂકો.

ટોસ્ટ રેસીપી

સ્લાઇસ બંને તરફથી સહેજ બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી બેક કરો. ટોસ્ટ ઠંડા થયા બાદ હવાચુસ્ત ડબામાં બંધ કરો.