ગ્રેવી સબ્જીને સ્વાદિષ્ટ બનાવે છે. ગ્રેવીનો સૌથી વધુ ઉપયોગ પંજાબી સબ્જી અને પનીરની સબ્જીમાં થાય છે.
હોટેલ જેવી ગ્રેવી ઘરે બનાવવી સરળ છે અને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકાય છે. અહીં હોટેલ જેવી ટેસ્ટી ગ્રેવી બનાવવાની પરફેક્ટ રેસીપી આપી છે.
ટામેટા, ડુંગળી, લસણ, આદુ, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, તેલ, કાળા મરી, લવિંગ, જીરું, તમાલ પત્ર, દાલચીની, એચલી, લીલા મરચા, લાલ મરચા, કોથમીર
ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલા ટામેટા, ડુંગળી, લીલા મરચા, આદુ, લસણ અને કોથમીરના નાના નાના ટુકડા કરી પ્રેશર કુકર અથવા કડાઇમાં પાણી નાંખી સહેજ બાફો અને ઠંડુ થવા દો.
આ દરમિયાન એક કડાઇમાં કાળા મરી, લવિંગ, એલચી, તમાલ પત્ર, દાલચીની, આખા લાલ મરચા, જીરું જેવા તમામ આખા મસાલાને સહેજ શેકી લો. શેકવાથી મસાલાનો ભેજ ઓછો થઇ જશે.
હવે બાફેલી શાકભાજી અને શેકેલા બધા મસાલા એક મિક્સર જારમાં નાખી પેસ્ટ બનાવી લો. જો પેસ્ટ જાડી હોય તો સહેજ પાણી નાંખી પાતળી બનાવી શકાય છે.
ગેસ પર એક કડાઇમાં તેલ ગરમ કરો, જીરું અને તમાલ પત્રનો તડકો લગાવી
તેમા મિક્સર જારીમાં બનાવેલી ગ્રેવી નાંખી બરાબર પકવો. ગ્રેવી કડાઇમાં ચોંટી ન જાય તેથી સતત હલાવતા રહો.
ગ્રેવી માટે તેલ છુંટુ પડવા લાગે તેમા લાલ મરચું, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ અનુસાર ઉમેરી ગ્રેવીને 5 થી 10 મિનિટ ફ્રાય કરો.
ગ્રેવીની સરસ સુગંઘ આવે ત્યા સુધી પકવ્યા બાદ ઠંડી થવા દો. આ રીતે ઘરે બનાવેલી ગ્રેવી 3 થી 5 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે.
ઘરે મહેમાન માટે ભોજન બનાવવાનું હોય ત્યારે આ રીતે એડવાન્સમાં ગ્રેવી બનાવી રાખવાથી સમય અને મહેનત બચે છે.