Health Tips: ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ હોય તો કેટલા ઈંડા ખાઇ શકાય? જાણો અહીં

Jan 02, 2025, 12:18 PM

ઈંડા ખાવાના ફાયદા

ઈંડા પ્રોટીનથી ભરપૂર હોય છે. આથી જીમ વર્કઆઉટ કરનાર લોકો ઉપરાંત સામાન્ય વ્યક્તિ માટે પણ તે ફાયદાકારક હોય છે.

ઈંડા

શિયાળામાં ઈંડા ખાવાથી શરીરને ફાયદો થાય છે પણ સાવાધાન રાખવી જોઇએ. ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલના દર્દી માટે કેટલા ઈંડાનું સેવન સુરક્ષિત છે તેના વિશે જાણકારી આપવામાં આવી છે.

શિયાળામાં ઈંડાનું સેવન વધી જાય છે. ભારતમાં શાકાહારી અને નોન વેજિટેરિયન બંને પ્રકારના લોકો ઈંડા ખાય છે.

ઈંડા માંથી વિવિધ પ્રકારની વાનગી બને છે. ઈંડા બાફીને, ઓમલેટ કે ઈંડા કરી જેવી વાનગીઓ બનાવી ખાય શકાય છે.

ઈંડા સ્વાસ્થ્યપ્રદ છે જો કે તેનું સેવન કરવામાં સાવધાની રાખવી જરૂરી છે. વધારે ઈંડા ખાવાથી શરીરને નુકસાન થઇ શકે છે.

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના મતે એક સ્વસ્થ તંદુરસ્ત વ્યક્તિ માટે એક દિવસમાં 1 થી 2 ઈંડા ખાવા સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો કે અમુક લોકોએ ઈંડાનું સેવન સાવધાની પૂર્વક કરવું જોઇએ.

હાઈ કોલેસ્ટ્રોલથી પીડિત વ્યક્તિ સપ્તાહમાં 2 થી 3 ઈંડાનું સેવન કરી શકે છે. તો હૃદય રોગની બીમારી હોય તેમણે સપ્તાહમાં 3 થી 4 ઈંડા થી વધારે ઈંડા ખાવા જોઇએ નહીં.

ડાયાબિટીસ દર્દી સપ્તાહમાં 5 ઈંડાનું સેવન કરી શકે છે.