દરરોજ શેમ્પૂ કરવાથી માથાની ચામડી પર જમા થયેલો પરસેવો, ગંદકી અને વધારાનું તેલ દૂર થાય છે.
ખાસ કરીને વાંકડિયા વાળ ધરાવતા લોકો અઠવાડિયામાં ફક્ત એક જ વાર શેમ્પૂ કરવાનું પસંદ કરે છે.
જે લોકો અઠવાડિયામાં ફક્ત એક જ વાર શેમ્પૂ કરે છે, તેમના માથાની ચામડીની કુદરતી ભેજ અકબંધ રહે છે. જેના કારણે વાળ હાઇડ્રેટેડ રહે છે અને ઓછા શુષ્ક રહે છે.
અઠવાડિયામાં એકવાર વાળ ધોવાથી વાળ શક્ય તેટલા કેમિકલ ફ્રી રહે છે.
દરરોજ શેમ્પૂ કરવાથી કે અઠવાડિયામાં એકવાર શેમ્પૂ કરવાથી, બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે ક્યારે અને કેટલી વાર શેમ્પૂ કરવું જોઈએ તે વાળના પ્રકાર અને તમારી લાઇફસ્ટાઇલ પર આધાર રાખે છે.
જો તમારા વાળ તેલયુક્ત હોય, તો તમે દર 1-2 દિવસે તમારા વાળ ધોઈ શકો છો.
જો તમારા વાળ સુકા અને વાંકડિયા હોય, તો અઠવાડિયામાં એક કે બે વાર શેમ્પૂ કરવાની ભલામણ કરવામાં આવે છે.