માનસિક સ્વાસ્થ્ય સ્થૂળતાને કેવી રીતે અસર કરે છે?

Mar 09, 2023

Author

મુંબઈની ફોર્ટિસ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઑફ મેન્ટલ હેલ્થ એન્ડ બિહેવિયરલ સાયન્સના  ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, તારા મહેતાએ indianexpress.com કહે છે કે,  "માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોમાં સ્થૂળતાની શક્યતા બે કે ત્રણ ગણી વધારે હોય છે."

માનસિક સ્વાસ્થ્ય સંબંધી વિકૃતિઓ જેમ કે ડિપ્રેશન અને ચિંતા વ્યક્તિને ખરાબ ડાયટ અને જીવનશૈલીની આદતો તરફ દોરી શકે છે.

  મહેતા શેર કરે છે કે “ડિપ્રેશન દરમિયાન, લોકો તેમની લાગણીઓનો સામનો કરવા માટે ખોરાકનો આશરો લે છે. આ સમય જતાં વજનમાં વધારો કરીને સ્થૂળતા તરફ દોરી શકે છે."

બીજી બાજુ, ખાવાની વિકૃતિઓ પણ વ્યક્તિને જંક ફૂડ જેવા બિનઆરોગ્યપ્રદ ફૂડ્સના સેવન તરફ દોરી શકે છે.

કેટલીકવાર વ્યક્તિ વધુ પડતું ક્રેવિંગ થાય છે અથવા તે જેનું સેવન કરે છે તેજ ફૂડની વારંવાર ઇરછા ધરાવે છે.

“ડિપ્રેશનથી પીડિત લોકો ઘણી વાર એર્નજી ઓછી હોય તેવી ફરિયાદ કરે છે. આ  તેમને એકદમ બેઠાડુ જીવનશૈલી તરફ દોરી જાય છે,આ ઉપરાંત, વ્યાયામ તરફની તેમની પ્રેરણા ઘટાડે છે અને વજનમાં વધારો કરે છે.