Mar 06, 2024

Pomegranate : ગરમીથી બચવા આ રીતે દાડમ ડાયટમાં શામેલ કરો, જાણો

Shivani Chauhan

ઉનાળામાં ફળ ખાવાથી તમે ઉનાળાની ગરમીથી રાહત મળે છે અને જરૂરી પોષણ પ્રદાન મળે છે.

Source: canva

દાડમ પણ અસંખ્ય સ્વાસ્થ્ય ફાયદાઓ ધરાવે છે. તે ન માત્ર સ્વાદિષ્ટ છે, પરંતુ તેમાં વિટામિન્સ, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટો સહિતના મહત્વપૂર્ણ તત્વો પણ છે.

Source: canva

દાડમને ડાયટમાં સામેલ કરવાની ઘણી રીતો છે,  તેમની અહીં આપી છે,  ઉનાળામાં  સુપરફૂડને ડાયટમાં આ રીતે કરો સામેલ.

દાડમનું શરબતnnતમે એક ગ્લાસ દાડમનું શરબત પીને તમારી તરસ છીપાવી શકો છો. તાજા લીંબુનો રસ દાડમના રસ સાથે રસ મિક્સ કરો. તેને મિક્સ કરી બરફ પર નાખો, અને ફુદીનાના ટુકડાથી ગાર્નિશ કરો. આ શરબત ઉનાળામાં હાઇડ્રેટેડ રાખશે.

સલાડમાં દાડમ મિક્ષ કરોnnસલાડમાં દાડમ ઉમેરવાથી તેનું પોષક મૂલ્ય બમણું થઈ જાય છે. રંગબેરંગી અને પૌષ્ટિક કચુંબર બનાવવા માટે દાડમ મિક્ષ કરો. દાડમના દાણાના મીઠા અને ખાટા સ્વાદો સલાડનો સ્વાદ વધારે છે.

દહીંમાં મિક્ષ કરોnnસવારે દહીંમાં દાડમ ઉમેરીને દહીંનો સ્વાદ વધારી શકો છો. રસદાર આ ફળ ઉમેરવાથી ન માત્ર સ્વાદમાં વધારો થાય પણ તમારા દિવસની શરૂઆતમાં ફાઇબર અને એન્ટીઑકિસડન્ટોની સારી માત્રા પણ આપશે.

આ પણ વાંચો: nnKithen Tips : ખાવાની આ 5 ચીજ ફ્રિઝમાં ભૂલથી પણ ન રાખવી