Dec 27, 2022
Haresh Suthar
કેટલાકને જોઇ એમ થાય કે તેઓ કેટલા ફિટ છે. જાણે એમને થાક જ નથી, આવો જાણીએ કે ફિટ અને એક્ટિવ કેવી રીતે રહી શકાય...
રાત્રે વહેલા જે સુવે, વહેલા ઉઠે વીર, બળ બુધ્ધિને ધન વધે, વળી સુખમાં રહે શરીર... સવારે વહેલા ઉઠવું જોઇએ
ફિટ અને એક્ટિવ રહેવા માટે દિવસ દરમિયાન હળવી કસરત નિયમિત કરવી જોઇએ જેથી શરીરમાં સ્ફૂર્તિ રહે
આજના ઇન્ટરનેટ યુગમાં બધું જ જાણે હાથવગું છે પરંતુ થોડો સમય કાઢી આઉટ ડોર ગેમ રમવી જ જોઇએ કે જેથી તમે ફિટ રહી શકો.
જંક ફૂડ વીકમાં ક્યારેક બરોબર છે પરંતુ આદત પાડવાથી શરીરમાં ચરબી વધે છે જે તમારી સ્ફર્તી ઓછી કરે છે. માટે હેલ્થી ડાયેટ લો
શરીર માટે આરામ જરૂરી છે પરંતુ આળશ ખરાબ બાબત છે. માટે કામ વગર વધુ સમય નવરા ન બેસી રહો. કંઇક એક્ટીવીટી કરતા રહો.
શરીરને ફિટ રાખવા અને એક્ટિવ રાખવા માટે ચાલવું ખૂબજ જરૂરી છે. સવારે કે સાંજે નિયમિત પણે ચાલવાનું રાખો.
કામના સમય અને આરામના સમય વચ્ચે કેટલોક સમય કાઢો અને પોતાની જાત માટે આપો. જેમાં તમને ગમતી ગમે તે પ્રવૃત્તિ કરો
સવારે અને બપોરે હેવી ફૂડ લો પરંતુ રાત્રે તો એકદમ હળવો જ ખોરાક લેવાનું રાખો કે જેથી સરળતાથી પચે અને શરીર સ્વસ્થ રહે
ફિટ અને એક્ટિવ રહેવા માટે પુરતી ઊંઘ ખાસ જરૂરી છે. રાતે શક્ય હોય તો વહેલા સુવાની આદત રાખો કે જેથી સવારે વહેલા ઉઠી શકાય