Beauty Tips | સૂતા પહેલા દરરોજ ફેસ પર આ ચીજ એપ્લાય કરો, ચહેરો ચમકશે

Oct 24, 2024, 03:44 PM

આપણી સ્કિન હંમેશા ગ્લોઈંગ રહે આ માટે ઘણી ટિપ્સ અને પ્રોડક્ટસનો ઉપયોગ કરવામાં આવે છે.

ઘણી વાર આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તે ખૂબ જ મોંઘી હોય છે અને તે હંમેશા પોઝિટિવ રિઝલ્ટની ખાતરી આપતી નથી. પરંતુ કેટલીકવાર તે આપણા ચહેરા પર ખૂબ જ ખરાબ અસર કરે છે.

પરંતુ તમે પૈસા ખર્ચ્યા વિના ચહેરાને સુંદર અને ચમકદાર બનાવી શકો છો. અહીં આપેલ ટિપ્સનો ઉપયોગ દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા પર કરવો જોઈએ. જાણો ટિપ્સ

એલોવેરા જેલ

એલોવેરા જેલ તમારી સ્કિન માટે વરદાનથી ઓછું નથી. તે તમારી સ્કિનએ અંદરથી રિપેર કરે છે અને પોષક તત્વો પ્રદાન કરે છે.

એલોવેરા જેલ ફેસ મસાજ

તમે સૂતા પહેલા તમારા ફેસ પર એલોવેરા જેલ લગાવો અને સારી રીતે મસાજ કરો. થોડા દિવસોના ઉપયોગ પછી તમારો ચહેરો સુંદર અને ચમકદાર દેખાવા લાગશે.

ડ્રાય સ્કિન માટે ફેસ ઓઇલ

જો તમારી સ્કિન ખૂબ જ ડ્રાય છે, તો તમારે દરરોજ સૂતા પહેલા તમારા ચહેરા પર ફેસ ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ.

બદામનું તેલ

ચહેરા પર લગાવવા માટે તમે નારિયેળ અથવા બદામનું તેલ પસંદ કરી શકો છો. આ તેલના નિયમિત ઉપયોગથી, તમે તમારી સ્કિનની ગુણવત્તામાં મોટો તફાવત જોઈ શકો છો.

મોઇશ્ચરાઇઝર

રાત્રે સૂતા પહેલા તમારે તમારા ચહેરા પર મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે રાત્રે સૂતા પહેલા ચહેરા પર મોઈશ્ચરાઈઝર ન લગાવો તો તમારી ત્વચા ડ્રાય થઈ જાય છે.

makeup tips | દિવાળી માટે ખાસ મેકઅપ ટિપ્સ