કોણીની કાળાશ દૂર કરવા અજમાવો આ ઘરેલુ ઉપચાર

Mar 21, 2025, 05:41 PM

કોણી કાળી (Dark elbows) પડવી એ એક સામાન્ય સમસ્યા છે, જે ત્વચામાં બળતરા, વધુ પડતું ઘર્ષણ, તડકામાં વધુ સમય વિતાવવો અને મૃત ત્વચા કોષોનો સંચય જેવા વિવિધ કારણોસર થાય છે.

કોણીની કાળાશ દૂર કરવા માટે ઘરેલું ઉપચાર ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. આ ઉપાયોમાં કુદરતી ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે જે તમારી ત્વચાને નુકસાન પહોંચાડ્યા વિના તેના રંગને સુધારે છે.

દહીં અને હળદર

દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાને નરમ બનાવે છે, અને હળદરમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. દહીંમાં હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને કોણી પર 15-20 મિનિટ માટે રહેવા દો. બાદમાં હુંફાળા પાણીથી ધોઈ લો. આ ઉપાય ત્વચાના રંગને સુધારવામાં મદદ કરે છે અને કોણીઓને મુલાયમ બનાવે છે

લીંબુ અને ખાંડનું મિશ્રણ

લીંબુમાં કુદરતી બ્લીચિંગ ગુણધર્મો હોય છે, જ્યારે ખાંડ સ્ક્રબનું કામ કરે છે. લીંબુના રસમાં ખાંડ મિક્સ કરીને કોણી પર સારી રીતે ઘસો.

લીંબુ અને ખાંડનું મિશ્રણ

આનાથી મૃત ત્વચા દૂર થાય છે અને કોણીની ત્વચા નિખાર આવે છે. 10-15 મિનિટ લગાવ્યા બાદ તેને સાદા પાણીથી ધોઈ લો. આ પદ્ધતિ અઠવાડિયામાં 2-3 વખત અનુસરો.

એલોવેરા જેલ

એલોવેરા ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટીઑકિસડન્ટ અને હાઇડ્રેટિંગ ગુણધર્મો છે, જે ત્વચાને ભેજ પ્રદાન કરે છે.

એલોવેરા જેલ

કોણી પર તાજી એલોવેરા જેલ લગાવો, તેને 15-20 મિનિટ માટે રહેવા દો અને પછી તેને ધોઈ લો. દરરોજ આવું કરવાથી કોણીની ત્વચાનો રંગ બદલાશે અને ત્વચા કોમળ રહેશે.

બેકિંગ સોડા

બેકિંગ સોડા એક સારો એક્સફોલિયેટર છે જે મૃત ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે. બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ બનાવો અને તેને કોણી પર 5-10 મિનિટ સુધી ઘસો. આ પછી હુંફાળા પાણીથી ધોઈ લો. આ પદ્ધતિ માત્ર કોણીની કાળાશ ઘટાડે છે, પણ ત્વચાને સ્વચ્છ અને નરમ પણ બનાવે છે.

વિટામિન E નો સ્કીન માટે ઉપયોગ, તેના ફાયદા અને આડઅસર જાણો